Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Leopard : ગાઝિયાબાદની સ્કુલમાં 8 કલાક સુધી દીપડાએ ફેલાવી દહેશત, સ્કૂલ ખાલી કરાયી, આવી રીતે દબોચાયો

કવિનગરના ગોવિંદપુરમ વિસ્તારમાં આવેલી Green Field School ના પરિસરમાં દીપડો દેખાતાં હડકંપ મચી ગયો. ઘટનાના પગલે શાળા ખાલી કરાવી દેવાઈ. Ghaziabadમાં વન વિભાગ અને પોલીસની ટીમે ડ્રોનની મદદથી લગભગ 8 કલાકની મહેનત બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડી લીધો. સ્કૂલની બહાર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. દીપડાને પકડી લીધા બાદ તેને સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.
leopard   ગાઝિયાબાદની સ્કુલમાં 8 કલાક સુધી દીપડાએ ફેલાવી દહેશત  સ્કૂલ ખાલી કરાયી  આવી રીતે દબોચાયો
Advertisement
  • ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં સ્કૂલમાં Leopard દેખાતા હડકંપ

  • ગોવિંદપુરમ સ્થિત ગ્રીન ફિલ્ડ સ્કૂલના પરિસરમાં દીપડો ઘુસ્યો

    Advertisement

  • સ્કૂલના મેદાન અને ક્લાસરૂમ તરફ ફરતો દીપડો CCTVમાં કેદ

    Advertisement

  • ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળે પહોંચી

  • સુરક્ષાના પગલે શાળા તાત્કાલિક ખાલી કરાઈ

Ghaziabad : કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરમમાં (Govindpuram) ગ્રીન ફિલ્ડ સ્કુલના (Green Field School) પરિસરમાં એક દીપડો (Leopard) જોવા મળતાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં, વન વિભાગ (Forest Department) અને પોલીસની (Police) ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ 8 કલાકની ભારે મહેનત પછી દીપડાને પકડી લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને, શાળા ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને (Student) પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

8 કલાકની ભારે જહેમત બાદ Leopard પકડાયો

ગાઝિયાબાદમાં (Ghaziabad) દીપડો જોયા પછી, તેને પકડવા માટે લગભગ 8 કલાકની સખત મહેનત કરવામાં આવી. મેરઠ અને ગાઝિયાબાદના વન વિભાગના (Forest Department) અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. ડ્રોન દ્વારા શોધ હાથ ધરવામાં આવી હતી, અને સ્થળ પર પહોંચ્યા પછી, દીપડાને દબોચી લેવામાં આવ્યો હતો.

 CCTVમાં કેદ થયો દીપડો

શાળાની પાછળના પ્લેઈંગ ગ્રાઉન્ડના CCTV કેમેરામાં દીપડાના દ્વશ્યો કેદ થયા હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે દીપડો શાળાના મેદાનમાં ફરતો દેખાય છે. સ્કુલમાં દીપડો ઘુસ્યો હોવાના સમાચાર મળતાની સાથે જ વિસ્તારમાં દહેશત (Terror) ફેલાઈ હતી. અને સ્થાનિક લોકો શાળાની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા.

દીપડો સામે આવે તો શું  કરવું

દીપડો સામે અચાનક સામનો થઈ જાય તો સૌથી પહેલા શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. ઘબરાશો નહીં અને દોડવાનો પ્રયાસ ન કરો, કારણ કે દીપડો દોડતા શિકાર પાછળ ઝડપથી હુમલો કરી શકે છે. શાંત મનથી સ્થિતિને સમજો અને સંયમ રાખો.દીપડાની સામે પીઠ ન ફેરવો અને તેની તરફ નજર રાખો. આંખમાં આંખ નાખીને તાકતા ન રહો, પરંતુ નજર ફેરવશો પણ નહીં. ધીમે ધીમે પગ પાછા ખેંચતા સુરક્ષિત દિશામાં હટવાનો પ્રયાસ કરો. અચાનક હલનચલન કરવાથી દીપડો ચોંકી શકે છે.તમારો કદ મોટો દેખાય તે માટે હાથ ઊંચા કરો, બેગ, છત્રી કે કપડાં ફેલાવો. સાથે સાથે ઊંચા અવાજે બોલો, તાળી વગાડો અથવા કોઈ અવાજ કરો, જેથી દીપડાને માનવીનો ભય લાગે અને તે દૂર રહે.

આ પણ વાંચો: Himachal Pradesh : મોઢામાં માનવ અંગ લઈને ફરતો દેખાયો શ્વાન, શિમલામાં VIDEO વાયરલ થતા હડકંપ, જવાબદારોને શોકોઝ નોટિસ

Tags :
Advertisement

.

×