Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Korean Love Game: બ્લુ વ્હેલ જેવો જ ખતરો! કોરિયન ગેમના વ્યસને 3 સગી બહેનોએ કરી આત્મહત્યા,જાણો આ ગેમ કેટલી જોખમી!

ગાઝિયાબાદની એક હાઈરાઈઝ સોસાયટીમાં મધરાતે ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી પડતું મૂકીને અંતિમ પગલું ભર્યું ત્યારે સમગ્ર પંથક હચમચી ઉઠ્યો હતો. આ કોઈ સામાન્ય કિસ્સો નથી, પરંતુ એક એવી ગેમનો શિકાર છે જે બાળકોની માનસિકતા બદલી રહી છે. ડાયરીમાં લખેલા આઠ પાના અને 'લવ ગેમ' પાછળનું રહસ્ય વાલીઓ માટે આંખ ઉઘાડનારું છે
korean love game   બ્લુ વ્હેલ જેવો જ ખતરો  કોરિયન ગેમના વ્યસને 3 સગી બહેનોએ કરી આત્મહત્યા જાણો આ ગેમ કેટલી જોખમી
Advertisement
  • ભારત સિટી સોસાયટીના 9મા માળેથી 3 બહેનોએ લગાવી મોતની છલાંગ (Ghaziabad suicide case )
  • તપાસમાં ‘કોરિયન લવ ગેમ’ નામના જોખમી વ્યસનનો થયો ખુલાસો
  • ઘટનાસ્થળેથી 8 પાનાની સુસાઈડ નોટ અને ભાવુક ડાયરી મળી આવી
  • વર્ચ્યુઅલ દુનિયાના પાગલપનમાં હસતો-રમતો પરિવાર થયો બરબાદ

Korean Love Game : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રણ સગીહેન બહેનોએ એક એપાર્ટમેન્ટના નવમા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. શરૂઆતમાં આ મામલો માનસિક તણાવ કે ડિપ્રેશનનો લાગતો હતો, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો છે તે સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગના યુગમાં લાલબત્તી સમાન છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કિશોરીઓ કોઈ સામાન્ય ડિપ્રેશન નહીં પરંતુ 'કોરિયન કલ્ચર' (Korean Culture) અને એક ખતરનાક ઓનલાઇન ગેમના વ્યસનનો ભોગ બની હતી.

Advertisement

Ghaziabad suicide case  શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના ગાઝિયાબાદના તિલામોદ (Tila More) પોલીસ સ્ટેશન વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં બની હતી. 3 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 2:00 વાગ્યે, જ્યારે માતા-પિતા બાજુના રૂમમાં સૂતા હતા, ત્યારે 16, 14 અને 12 વર્ષની ત્રણ બહેનોએ 9મા માળે આવેલા ફ્લેટની બારીમાંથી કૂદીને સામૂહિક આત્મહત્યા (Mass Suicide) કરી હતી. એસીપી અતુલ કુમાર સિંઘ (ACP Atul Kumar Singh)ના જણાવ્યા મુજબ, ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

Advertisement

સુસાઇડ નોટમાં શું લખ્યું હતું?

પોલીસને ઘટનાસ્થળેથી આઠ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં છોકરીઓએ રડતા ચહેરાના ઇમોજી સાથે તેમના પિતાની માફી માંગી છે. ડાયરીમાં લખેલી વિગતો અનુસાર, તેઓ પોતાની મરજીથી આ પગલું ભરી રહી છે તેવું જણાવાયું છે. ડીસીપી નિમિષ પાટીલ (DCP Nimish Patil) એ જણાવ્યું કે, નોટમાં કોઈ ચોક્કસ એપ્લિકેશનનું નામ નથી, પરંતુ તેઓ કોરિયન સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત હતી તે સ્પષ્ટ જણાય છે.

કોરિયન ‘લવ ગેમ’નું જીવલેણ વ્યસન

તપાસમાં બહાર આવ્યું છે કે કોરોનાકાળ દરમિયાન લાગેલા લોકડાઉનથી આ છોકરીઓ મોબાઈલ ફોન અને ઓનલાઈન ગેમિંગની (Online Gaming Addiction) આદી બની ગઈ હતી. તેઓ 'લવ ગેમ' (Love Game) નામની કોરિયન ટાસ્ક-આધારિત ગેમ રમતી હતી. આ ગેમમાં વર્ચ્યુઅલ પાર્ટનર સાથે વાતચીત કરવાની હોય છે જે તેમને દરરોજ નવા ટાસ્ક આપે છે.

છોકરીઓના પિતાના જણાવ્યા મુજબ, "તેઓ કોરિયન સંસ્કૃતિ પ્રત્યે એટલી હદે ઝનૂની હતી કે તેઓ કહેતી હતી કે કોરિયા જ અમારું જીવન છે." જ્યારે માતા-પિતાએ તેમના ફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે આ ગુસ્સા અને વ્યસને તેમને મોતને વ્હાલ કરવા મજબૂર કર્યા હોવાની આશંકા છે.

નિષ્ણાતોની ચેતવણી: બ્લુ વ્હેલ જેવો જ ખતરો

પોલીસ અને સાયબર નિષ્ણાતો આ રમતની તુલના અગાઉ આવેલી 'બ્લુ વ્હેલ ચેલેન્જ' (Blue Whale Challenge) સાથે કરી રહ્યા છે. આ પ્રકારની ગેમ્સમાં બાળકો ભાવનાત્મક રીતે એટલા જોડાઈ જાય છે કે તેઓ પોતાની વાસ્તવિક ઓળખ ભૂલીને વર્ચ્યુઅલ દુનિયામાં જીવવા લાગે છે. આ ઘટના ફરી એકવાર વાલીઓને ચેતવણી આપી રહી છે કે બાળકોના ડિજિટલ વર્તન પર નજર રાખવી કેટલી અનિવાર્ય છે.

આ પણ વાંચો:   5મી પેઢીના ફાઈટર જેટ AMCA ની રેસની બહાર થઈ HAL, 3 ખાનગી કંપનીઓ આગળ આવી

Tags :
Advertisement

.

×