રૂમાલ પહેરીને India Gate પહોંચી છોકરી, અશ્લીલ ડાન્સનો Video Viral
- ઈન્ડિયા ગેટ પર અશ્લીસ ડાન્સ, સન્નતિ મિત્રાનો Video Viral !
- શહીદ સ્મારક પર ડાન્સ, સન્નતિ મિત્રાની ખૂબ ટીકા!
- સન્નતિ મિત્રાનો ડાન્સ વીડિયો, ઈન્ડિયા ગેટ પર વિવાદ!
- મિસ કોલકાતાનો ડાન્સ વીડિયો વાયરલ, લોકો ગુસ્સે થયા!
- સન્નતિ મિત્રાનો ઈન્ડિયા ગેટ પર ડાન્સ, કડક કાર્યવાહીની માંગ!
Video Viral : ઈન્ડિયા ગેટ પર એક યુવતીનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ યુવતી સફેદ રૂમાલ પહેરીને દિલવાલે દુલ્હનિયા લે જાયેગે ફિલ્મના 'મેરે ખ્વાબોં મેં જો આયે...' ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. શહીદોના સ્મારક પર અભદ્ર ડાન્સ કરવાના કારણે લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે અને સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતી યુવતી મિસ કોલકાતા 2017 રહી ચૂકેલી સન્નતિ મિત્રા છે, જે આ પહેલા પણ વિવાદિત કૃત્ય માટે પણ ચર્ચામાં રહી ચુકી છે.
મોડેલ સન્નતિ મિત્રા એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર
સન્નતિ મિત્રા સોશિયલ મીડિયા પર એક જાણીતી ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, જેના 18 લાખ ફોલોઅર્સ છે. તે અગાઉ દુર્ગા પૂજા દરમિયાન પણ ચર્ચામાં આવી હતી. તેણીએ અન્ય બે મોડલ સાથે દુર્ગા પૂજા પંડાલની તસવીરો શેર કરી હતી. ત્યારબાદ લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા. લોકોના મતે આવા પ્રસંગોએ તેમના કપડાં અને આચરણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડે તેવા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ગુસ્સો અને કાર્યવાહી માટેની માગ
સન્નતિના વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા વધારી છે. લોકો દિલ્હીના મુખ્યમંત્રી અને દિલ્હી પોલીસને ટેગ કરીને આ બાબતે કડક કાયદાકીય પગલાં ભરવાની વિનંતી કરી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, ઈન્ડિયા ગેટ જેવી ઐતિહાસિક અને જાહેર જગ્યાઓ પર આવા રીલ વીડિયો બનાવવાથી સરકારી સ્થળોના મહત્ત્વ અને શાંતિમાં ખલેલ પડે છે. એક યુઝર્સે રીલ ક્રિએટર સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છે કે આવા વીડિયોને કારણે પરિવાર સાથે મુલાકાતે આવતા લોકોને અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. સન્નતિ મિત્રાના આ ડાન્સ વીડિયોના કારણે હવે વધુ લોકો જાહેર સ્થળોએ વીડિયો રેકોર્ડિંગ કરવા માટે કાયદા કડક કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં ચોંકાવનારો બનાવ : એક મહિલાને કોર્ટે ફટકારી 235 વર્ષની જેલ!