ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Global Business Summit 2024: મોદી સરકારે 10 કરોડ ફર્જી નામોને સરકારી કાગળો પર કર્યા રદ

Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા...
11:43 PM Feb 09, 2024 IST | Aviraj Bagda
Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા...
Modi government canceled 10 crore fake names on government papers

Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો.

10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા બહાર

ત્યારે આ કાર્યક્રમમાં PM Modi સંબોધન આપતા કહ્યું હતું કે, વિઘટન, વિકાસ અને વૈવિધ્યકરણની ચર્ચા વચ્ચે આ ભારતનો સમય છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ તે સમય છે જ્યારે આપણો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે અને રાજકોષીય ખોડટ ઘટી રહી છે. આ સમય આવક વધારવા અને ગરીબી ઘટાડવાનો છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

PM Modi એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

PM Modi એ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયથી 10 કરોડ એવા નામ કાગળો પર દેખાઈ રહ્યા છે જે નકલી લાભાર્થીઓ હતા. જે લાભાર્થીઓ જન્મ્યા પણ ન હતા. મોદી સરકારે કાગળોમાંથી આવા 10 કરોડ નકલી નામો કાઢી નાખ્યા છે. દેશમાં જ્યારે 1 રૂપિયો નીકળે છે ત્યારે 15 પૈસા સુધી પહોંચે છે. ત્યારે જો 1 રૂપિયો નીકળી જાય તો 100 પૈસા પહોંચે છે.

ભવિષ્યને સુરક્ષિત કરવા માંગુ છું - PM Modi

પોતાના સંબોધનમાં PM Modi એ કહ્યું કે મારા જવા પહેલા હું ભારતની ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવા માંગુ છું. હું એવા રાજકારણથી દૂર છું જ્યાં 4 વધારાના મત માટે તિજોરી ખાલી થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય ક્ષેત્રે મારો વિકાસ હાંસલ કરવાનો અભિગમ અલગ છે.

આ પણ વાંચો: Balasaheb Thakre: રાજ ઠાકરે બાળાસાહેબને ભારત રત્ન આપવાની સરકારને કરી માંગ

Tags :
BusinessCongresseconomyGlobal Business SummitGlobal Business Summit 2024GujaratGujaratFirstinfrastructureNationalpm modipm narendra modiPoverty
Next Article