Go First ને હવે NCLAT તરફથી મળી મોટી રાહત
બજેટ એરલાઇન્સ GoFirst માટે સોમવાર રાહતનો દિવસ હતો. કંપનીને એરક્રાફ્ટ ભાડે આપનારી કંપનીઓએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ને નાદારીની પ્રક્રિયા આગળ ધપાવવા કહ્યું હતું, પરંતુ NCLAT એ, આ મામલે NCLT તરફથી GoFirstને આપવામાં આવેલી રાહતને યથાવત રાખી છે....
04:09 PM May 22, 2023 IST
|
Hiren Dave
બજેટ એરલાઇન્સ GoFirst માટે સોમવાર રાહતનો દિવસ હતો. કંપનીને એરક્રાફ્ટ ભાડે આપનારી કંપનીઓએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ને નાદારીની પ્રક્રિયા આગળ ધપાવવા કહ્યું હતું, પરંતુ NCLAT એ, આ મામલે NCLT તરફથી GoFirstને આપવામાં આવેલી રાહતને યથાવત રાખી છે.
GoFirst પોતાને નાદાર જાહેર કરીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ગઈ હતી. કંપનીએ NCLTને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાથી રાહત આપવા વિનંતી કરી હતી. જેને સ્વીકારવામાં આવી હતી અને કંપનીને પોતાને પુનર્જીવિત કરવા માટે થોડો સમય આપવામાં આવ્યો હતો.
જોકે, GoFirstને એરક્રાફ્ટ ભાડે આપતી કંપનીઓ અહીં અટકી નથી. NCLTના આ ‘સ્ટે’ નિર્ણયને પડકારતાં, તેમણે NCLATને ગો ફર્સ્ટ સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા અપીલ કરી. કંપની તેના વિમાનો કંપની પાસેથી પરત મેળવવા માંગે છે, પરંતુ NCLATએ NCLTના નિર્ણયને યથાવત રાખ્યો છે.
Next Article