Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Goa Nightclub Fire Case : લાઈસન્સ વિના ચાલતું હતું નાઈટક્લબ ! તપાસમાં થયા અનેક મોટા ખુલાસા, જાણો

Goa Nightclub Fire Case : ગોવામાં નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં 25 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં ચાલી રહેલી તપાસમાં મોટા ખુલાસા થયા છે. આ ક્લબ નિયમોના ધજાગરા ઉડાવીને ચાલતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાઇટક્લબ લાઇસન્સ વિના જ ધમધોકાર ચાલી રહ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર પંચાયતે આ મિલકત સીલ કરવા માટે કોઈ પણ કાર્યવાહી કરી ન હતી.
goa nightclub fire case   લાઈસન્સ વિના ચાલતું હતું નાઈટક્લબ   તપાસમાં થયા અનેક મોટા ખુલાસા  જાણો
Advertisement
  • Goa Nightclub Fire Case : નાઈટક્લબમાં 25 લોકોના થયા હતા મોત
  • પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા
  • લાઈસન્સ વિના ચાલતું હતું નાઈટક્લબ !
  • સરપંચ રોશન રેડકરને પદ પરથી ગેરલાયક ઠેરવ્યા
  • પોલીસે અત્યારસુધી 8 લોકોની કરી ધરપકડ

Goa Nightclub Fire Case : ગોવામાં નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં 25 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં ચાલી રહેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ ક્લબ નિયમોના ધજાગરા ઉડાવીને ચાલતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાઇટક્લબ લાઇસન્સ વિના જ ધમધોકાર ચાલી રહ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર ઉત્તર ગોવાના આર્પોરા ગામમાં સ્થિત બિર્ચ બાય રોમિયો લેન માન્ય લાઈસન્સ વિના ગેરકાયદેસર રીતે કાર્યરત રહ્યું હતું. પંચાયતે આ મિલકત સીલ કરવા માટે કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાનું સામે આવ્યું છે.

નિયમોનો ઉડાવ્યા ધજાગરા

વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ક્લબને મીઠાના મેદાન(Salt Field) વચ્ચે બનાવવામાં આવ્યું હતું. તેને ચલાવવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં ન આવી હોવાનો ખુલાસો થયો છે. મીઠાના પકવતા ક્ષેત્રમાં આ પ્રકારનું બાંધકામ કરવું જમીન મહેસૂલ સંહિતાની કલમ 32 તેમજ કોસ્ટલ ઝોન નિયમોનું ઉલ્લંઘન કરે છે. તપાસમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે કે અરપોરા નાગોવાની ગ્રામ પંચાયતે 16 ડિસેમ્બર, 2023 ના રોજ બીઇંગ જીએસ હોસ્પિટાલિટી ગોવા આર્પોરા એલએલપીને બાર અને રેસ્ટોરન્ટ-કમ-નાઇટક્લબ ચલાવવા માટે લાઇસન્સ આપ્યું હતું, જે 31 માર્ચ, 2024 સુધી માન્ય હતું. ત્યારબાદ લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હતું.

Advertisement

Advertisement

શું પંચાયત સાથે મળીને કરી ગેરકાયદેસર કામગીરી ?

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર માન્ય ટ્રેડ લાઈસન્સ વિના પરિસર ગેરકાયદેસર રીતે કાર્યરત રહ્યું હતું. ગ્રામ પંચાયતે મિલકત સીલ કરવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગોવા પંચાયત રાજ કાયદાની કલમ 72-A ગ્રામ પંચાયતને લાયસન્સ વિના કાર્યરત પરિસરને સીલ કરવાની સત્તા આપે છે. સૂ્ત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તપાસ પેનલ સમક્ષ પોતાના નિવેદનમાં, પંચાયત સચિવ રઘુવીર બાગકરે સ્વીકાર્યું કે તેઓ જાણતા હતા કે ટ્રેડ લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું નથી, પરંતુ તેમણે પંચાયત દ્વારા જારી કરાયેલા ટ્રેડ લાઇસન્સ પર આધાર રાખતા અન્ય કોઈપણ સંબંધિત વિભાગોને જાણ કરી ન હતી.

પ્રાપ્તથતી માહિતી અનુસાર નાઈટક્લબમાં સાવધાની અને સાવચેતી વિના અને પૂરતા અગ્નિશામક સાધનો વિના ફટાકડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે 6 ડિસેમ્બરની રાત્રે નાઇટક્લબમાં આગ લાગી હતી, જેમાં 25 લોકો મોત થયા હતા. જો કે પોલીસે અત્યાર સુધી ત્રણ માલિક સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

સરપંચ રોશન રેડકરને પદ પરથી ગેરલાયક ઠેરવ્યા

ગોવાના અરપોરા-નાગાઓ ગામમાં 25 લોકોના મોત થયેલા નાઇટક્લબમાં આગના કેસમાં સરકારે કડક કાર્યવાહી કરી છે. મેજિસ્ટ્રેટ તપાસ અહેવાલ બાદ, ગામના સરપંચ રોશન રેડકરને તેમના પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને પાંચ વર્ષ માટે કોઈપણ પંચાયત પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તત્કાલીન પંચાયત સચિવ રઘુવીર બાગકરને સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: New Year પર વધારે ડ્રિન્ક થઇ ગયું !, આ શહેરમાં પોલીસ ઘરે મુકી જશે

Tags :
Advertisement

.

×