Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ગાબડું, ગ્રાહકો માટે સોનેરી તક
Gold Silver Price: બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો, પરંતુ આજે શરૂઆતના વેપારમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીના ભાવ ઘટ્યા હતા, જ્યારે સોનાનો ભાવમાં પણ ઘટાડો થયો છે. 5 માર્ચની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં પ્રતિ કિલોગ્રામ ₹263,018 પર બંધ થયો હતો અને આજે ₹261,361 પર ખુલ્યો હતો.
Advertisement
- Gold Silver Price: સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો
- સોનાના ભાવ 1000 રુપિયા ઘટ્યા
- જ્યારે ચાંદીના ભાવમાં 2500નો ઘટાડો
- ગ્રાહકો માટે રોકાણ કરવાની સારી તક
Gold Silver Price: બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો, પરંતુ આજે શરૂઆતના વેપારમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીના ભાવ ₹2500 ઘટ્યા હતા, જ્યારે સોનાનો ભાવ ₹1000 ઘટ્યો હતો. 5 માર્ચની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં પ્રતિ કિલોગ્રામ ₹263,018 પર બંધ થયો હતો અને આજે ₹261,361 પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં, તે ₹260128.00 ની નીચી સપાટી અને ₹261924.00ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. સવારે 9:30 વાગ્યે, તે ₹2649 અથવા 1.01% ઘટીને ₹260,369 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

