Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર
- એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર કર્યો હુમલો
- એક અજાણ્યા યુવકે લાકડી વડે હુમલો કર્યો
- હુમલો કરનાર વ્યક્તિ સાથે મળીને રેકી કરી
Golden Temple Amritsar: અમૃતસરમાં શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર(Golden Temple Amritsar)માં એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુ(devotees)ઓ પર લાકડી વડે હુમલો(Attack ) કર્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર (Golden Temple incident)હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ યુવાનની અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુવર્ણ મંદિરમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બીજા આરોપીએ ભક્તો પર હુમલો કરનાર વ્યક્તિ સાથે મળીને રેકી કરી હતી.
જૂની ગુરુ રામદાસ સરાઈની અંદર બની હતી ઘટના
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હુમલો સમુદાયિક રસોડા પાસે સૌથી જૂના ગુરુ રામદાસ સરાઈની અંદર થયો હતો. શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ માહિતી આપી કે આરોપીઓએ અચાનક ભક્તો પર લાકડીથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું.ડૉ. જસમીત સિંહે કહ્યું, 'દર્દીઓ દ્વારા અમને આપવામાં આવેલા નિવેદનો પ્રમાણે એક અજાણ્યા હુમલાખોરે પીડિતો પર લાકડી દ્વારા હુમલો કર્યો. અમારી પાસે પાંચ દર્દીઓ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક ગંભીર હાલતમાં છે અને ICUમાં છે જ્યારે બાકીના ચારની હાલત સ્થિર છે.'
આ પણ વાંચો - UP: ઉન્નાવમાં હોળીની શોભાયાત્રા દરમિયાન પોલીસ પર પથ્થરમારો, ત્રણ જવાન ઘાયલ
કાયદાકીય રીતે તેમના પર કાર્યવાહી થશે : પોલીસ
પીએસ કોતવાલીના SHO સરમેલ સિંહે જણાવ્યું હતું કે, 'શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ઝુલ્ફાન નામના વ્યક્તિને પોલીસના હવાલે કર્યો છે. સુવર્ણ મંદિર સંકુલમાં અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. SGPC ના કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા છે. કાયદાકીય રીતે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.'