Amritsar : Golden Temple ને 20 કલાકમાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર એલર્ટ મોડ પર
- ફરી ગોલ્ડન ટેમ્પલ'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- ઈમેઈલ કરીને આ ધમકી આપવામાં આવી
- છેલ્લા 20 કલાકમાં આ ધમકી બીજી વખત મળી
Amritsar : શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ (Golden Temple)કમિટીને ફરી એક વખત 'ગોલ્ડન ટેમ્પલ'ને બોમ્બથી (RDX threat)ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેઈલ ( threat email)કરીને આ ધમકી આપવામાં આવી છે. છેલ્લા 20 કલાકમાં આ ધમકી બીજી વખત મળી છે. ત્યારબાદ ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે પણ 'ગોલ્ડન ટેમ્પલ'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
ઈલમાં કોઈએ સચ્ચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX રાખવાના ષડયંત્રની જાણકારી આપી
SGPCએ આ ગંભીર જોખમને જોતા પંજાબના મુખ્યપ્રધાનને પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોતાના પત્રમાં SGPCએ લખ્યું કે શ્રી અમૃતસર સાહિબની ઈમેઈલ આઈડી પર વધુ એક ઈમેઈલ મળ્યો છે. આ ઈમેઈલમાં કોઈએ સચ્ચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX રાખવાના ષડયંત્રની જાણકારી આપી છે. SGPCએ પંજાબ સરકાર પાસે આગ્રહ રાખ્યો છે કે તે તાત્કાલિક આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરાવે અને ગુરૂદ્વારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે.
આ પણ વાંચો -Subhanshu Shuklaનું PM મોદીએ કર્યું સ્વાગત, કહ્યું-કરોડો સપનાઓને પ્રેરણા આપી
વારંવાર મળી રહેલી ધમકી બાદ તંત્ર પણ એલર્ટ મોડ પર
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ પ્રકારની ધમકી SGPCને ઈમેઈલ દ્વારા મળી ચૂકી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સર્તક છે. હાલમાં આ મામલાને લઈ SGPC અને સ્થાનિક તંત્ર બંને ખુબ જ ગંભીર છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે પણ ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. વારંવાર મળી રહેલી ધમકી બાદ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.