Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતના અલગ-અલગ ભાગોમાં Panipuri કયા નામે ઓળખાય છે?

ભારતમાં ભોજનના શોખીનો માટે સ્ટ્રીટ ફૂડ (Street Food) હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેમાં 'પાણીપુરી' સૌથી લોકપ્રિય છે. અનોખા સ્વાદ (Unique Taste) ધરાવતી આ વાનગી દેશભરમાં જુદા જુદા નામે ફેમસ છે. કર્ણાટકના બાંગરપેટમાં તેને સફેદ પાણીવાળી પાણીપુરી, પશ્ચિમ બંગાળમાં તીખો 'પુચકા', ગુજરાતમાં સેવ-ડુંગળી વાળા 'પકોડી' અને ઓડિશામાં રસપ્રદ રીતે 'ગુપ ચૂપ' (Gup Chup) તરીકે ઓળખવામાં આવે છે.
ભારતના અલગ અલગ ભાગોમાં panipuri કયા નામે ઓળખાય છે
Advertisement
  • ભારતમાં Panipuri ની લોકપ્રિયતા
  • અલગ અલગ નામ અને સ્વાદની રસપ્રદ સફર
  • એક વાનગી, અનેક અનોખા સ્વાદ

Panipuri : ભારત (India) ખાદ્યપ્રેમીઓ (Food Lovers) માટે સ્વર્ગ સમાન છે, જ્યાં દરેક રાજ્યમાં કંઈક ખાસ અને પ્રખ્યાત વાનગીઓ (Famous Dishes) જોવા મળે છે. કેટલીક જગ્યાએ મીઠાઈઓ (Sweets) માટે ઓળખાય છે, તો કેટલીક જગ્યાઓ ફાસ્ટ ફૂડ (Fast Food) માટે જાણીતી છે. એવી જ એક લોકપ્રિય વાનગી છે ગોલગપ્પા (Golgappa), જે દેશભરમાં અલગ અલગ નામો અને સ્વાદ સાથે પ્રસિદ્ધ છે. ખાસ કરીને કર્ણાટક (Karnataka) ના બાંગરપેટ (Bangarpet) વિસ્તારમાં તેનો સ્વાદ અનોખો માનવામાં આવે છે.

Pani Puri Varieties, Golgappa Names in India, Gujarat First

Advertisement

બાંગરપેટની પ્રખ્યાત પાણીપુરી

કર્ણાટકમાં ગોલગપ્પાને સામાન્ય રીતે પાણીપુરી (Panipuri) તરીકે ઓળખવામાં આવે છે. બાંગરપેટ તેની વિશેષ પાણીપુરી માટે ખૂબ જ જાણીતી જગ્યા છે. અહીં મળતી સફેદ પાણીવાળી પાણીપુરી (White Water Panipuri) તેનો અનોખો સ્વાદ ધરાવે છે, જે અન્ય શહેરોની પાણીપુરીથી અલગ છે. આ પાણીપુરીમાં બાફેલા બટાકા (Boiled Potatoes) અને બારીક સમારેલી ડુંગળી (Chopped Onion) ભરવામાં આવે છે, જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

Advertisement

bangarpet White Water Panipuri, Gujarat First

આ પણ વાંચો : અમદાવાદમાં પાણીપુરી ખાતે પહેલા સાવધાન!

પશ્ચિમ બંગાળમાં પુચકા

પશ્ચિમ બંગાળ (West Bengal) માં ગોલગપ્પાને પુચકા (Puchka) તરીકે ઓળખવામાં આવે છે. પુચકા સ્વાદ (Taste) અને કદ (Size) બંનેમાં અલગ હોય છે. આ સામાન્ય રીતે કદમાં મોટા અને ઘાટા રંગના હોય છે. તેમાં બટાકાનું મસાલેદાર ભરણ હોય છે અને ચટણી (Chutney) મીઠી કરતાં વધુ તીખી (Spicy) હોય છે. આ ખાસ સ્વાદને કારણે પુચકા સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

 Indian Street Food, Pani Puri Varieties, Gujarat First

ગુજરાતમાં પકોડી - Panipuri

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગોલગપ્પાને પકોડી (Pakodi) તરીકે ઓળખવામાં આવે છે. અહીં પાણીપુરીમાં સેવ (Sev) અને ડુંગળી ઉમેરવામાં આવે છે, જ્યારે પાણી (Spicy Water) ફુદીનો (Mint) અને લીલા મરચાં (Green Chilli) વડે મસાલેદાર બનાવવામાં આવે છે. આ પ્રકારની પાણીપુરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Panipuri in Gujarat, Street Food, Gujarat First

ઓડિશા અને હૈદરાબાદમાં ગુપ ચૂપ

ઓડિશા (Odisha) અને હૈદરાબાદ (Hyderabad) માં ગોલગપ્પાને ગુપ ચૂપ (Gup Chup) તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે. જ્યારે આ ગોલગપ્પા મોંમાં ફૂટે છે, ત્યારે તે એક ખાસ અવાજ (Sound) કરે છે, જેને કારણે તેને “ગુપ ચૂપ” કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad : ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ! આરોગ્ય વિભાગે લીધેલા 22 ફૂડ સેમ્પલ ફેઈલ

Tags :
Advertisement

.

×