GOOD NEWS: મંત્રીઓના પગારમાં થયો વધારો સાથે સરકારી નોકરીનો પણ પટારો ખૂલ્યો
- બિહારની નીતિશ કુમાર સરકારનો મોટો નિર્ણય
- કેબિનેટે રાજ્યમંત્રીઓના પગારમાં કર્યો વધારો
- દૈનિક ભથ્થું 3,500 રૂપિયા કરવામાં આવ્યું
GOOD NEWS: બિહારની નીતિશ સરકારે મંત્રીઓના (Nitish cabinet)પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે રાજ્યમંત્રીઓ અને નાયબમંત્રીઓનો (minister salary hiked)માસિક પગાર 50,000 રૂપિયાથી વધારીને 65000 રૂપિયા કર્યો છે. તેવી જ રીતે, પ્રાદેશિક ભથ્થું 55,000 રૂપિયાથી વધારીને 70,000 રૂપિયા કરવામાં આવ્યું છે. દૈનિક ભથ્થું 3,000 રૂપિયાથી વધારીને 3,500 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આતિથ્ય ભથ્થામાં વધારા હેઠળ, રાજ્યમંત્રી માટે તે 24,000 રૂપિયાથી વધારીને 29,500 રૂપિયા અને નાયબમંત્રી માટે 23,500 રૂપિયાથી વધારીને 29,000 રૂપિયા કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રીઓ અને નાયબ મંત્રીઓને હવે સરકારી ફરજ માટે પ્રતિ કિલોમીટર 15 રૂપિયાને બદલે 25 રૂપિયા પ્રતિ કિલોમીટર મળશે.
આ પણ વાંચો -સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને આપી સલાહ...રાજ્યની ચૂંટાયેલ સરકારોને ઓવરરાઈડ ન કરો
સરકારી નોકરીઓનો પટારો ખૂલ્યો
આજે નીતીશ કુમારની કેબિનેટ બેઠકમાં સરકારી નોકરીઓના પટારા ખોલવાની મંજૂરી આપવામાં આવી. બિહાર ચૂંટણી પહેલા રાજ્યમાં બમ્પર ભરતી થશે. ફક્ત આરોગ્ય વિભાગમાં જ 20 હજારથી વધુ નવી જગ્યાઓ બનાવવામાં આવી છે, જેના પર નિમણૂકો થવાની છે.કેબિનેટ સચિવાલય હેઠળની વિવિધ કચેરીઓમાં સહાયક ઉર્દૂ અનુવાદકની કુલ 3306 જગ્યાઓ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. કૃષિ વિભાગમાં 2590 કારકુની કેડરની જગ્યાઓનું પુનર્ગઠન મંજૂર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -સિંગાપોરની શાળામાં આગ દુર્ઘટના, Dy. CM પવન કલ્યાણનો પુત્ર દાઝ્યો
કુલ 35 જગ્યાઓ બનાવવા માટે મંજૂરી
નશાબંધી વિભાગમાં નશાબંધી કોન્સ્ટેબલ, ઓફિસ એટેન્ડન્ટ, નીચલા વર્ગના કારકુન, પ્રયોગશાળા સહાયક સહિતની જગ્યાઓ પર બમ્પર ભરતી થશે. બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનમાં, ડેટા એન્ટ્રી ઓપરેટરની 29 જગ્યાઓ અને ઓફિસ પટાવાળાની 6 જગ્યાઓ, કુલ 35 જગ્યાઓ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.