Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Google AI Investment India: ગૂગલ ભારતમાં કરશે ₹1.25 લાખ કરોડનું રોકાણ, વિશાખાપટ્ટનમ બનશે AI હબ

ગૂગલ આગામી 5 વર્ષમાં ભારતમાં ₹1.25 લાખ કરોડનું જંગી રોકાણ કરીને દેશને વૈશ્વિક AI હબ બનાવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતનું પ્રથમ મેગા AI ડેટા સેન્ટર સ્થપાશે અને ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે સમુદ્રમાં નવા કેબલ નેટવર્ક નખાશે. આ રોકાણથી 10 કરોડ ભારતીયોને AI ટ્રેનિંગ મળશે અને સરકારી કામકાજમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધશે, જે ભારતની ડિજિટલ કાયાપલટ કરશે.
google ai investment india  ગૂગલ ભારતમાં કરશે ₹1 25 લાખ કરોડનું રોકાણ  વિશાખાપટ્ટનમ બનશે  ai હબ
Advertisement
  • ગુગલ વિશાખાપટ્ટનમમાં સ્થપાશે દેશનું પ્રથમ મેગા AI ડેટા સેન્ટર (Google AI Investment India)
  • ઇન્ટરનેટ સ્પીડ વધારવા સમુદ્રના પેટાળમાં નખાશે નવા કેબલ નેટવર્ક
  • 10 કરોડ ભારતીયોને AI ટ્રેનિંગ અને શિક્ષણમાં મદદનો મોટો લક્ષ્યાંક
  • સરકારી કામગીરી અને સામાન્ય જનતા માટે AI ટૂલ્સ કરાશે ઉપલબ્ધ

ટેક જાયન્ટ ગૂગલ (Google) હવે ભારતના ડિજિટલ નકશાને બદલવા માટે સજ્જ છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai) અને ડીપમાઇન્ડ (DeepMind) ના વડા ડેમિસ હાસાબિસે (Demis Hassabis) આગામી પાંચ વર્ષમાં ભારતમાં 15 અબજ ડોલર એટલે કે આશરે ₹1.25 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પગલાનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ (Global AI Infrastructure Hub) તરીકે પ્રસ્થાપિત કરવાનો છે.

Google AI Investment India : દેશનું પ્રથમ મેગા AI ડેટા સેન્ટર

આ પ્રોજેક્ટનું સૌથી આકર્ષક પાસું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં સ્થપાનારું દેશનું પ્રથમ મેગા AI ડેટા સેન્ટર છે. આ સેન્ટર માત્ર એક ઇમારત નહીં, પરંતુ અત્યાધુનિક AI મોડલ્સ અને ક્લાઉડ સેવાઓ (Cloud Services) માટેનું પાવરહાઉસ બનશે, જે ભારત સહિત પડોશી દેશોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવી તાકાત આપશે.

Advertisement

અંડરસી ઇન્ટરનેટ કેબલ નેટવર્ક

ઇન્ટરનેટની ગતિને વીજળીક વેગ આપવા માટે ગૂગલ સમુદ્રની અંદર નવા ઇન્ટરનેટ કેબલ (Undersea Cable) નાખવાની તૈયારી કરી રહ્યું છે. આ નેટવર્ક ભારતને સીધું સિંગાપોર (Singapore), દક્ષિણ આફ્રિકા (South Africa) અને ઓસ્ટ્રેલિયા (Australia) સાથે જોડશે. આનાથી ડેટા ટ્રાન્સફરનો માર્ગ ટૂંકો થશે અને વિદેશી સર્વર પરની નિર્ભરતા ઘટશે. વિશેષ વાત એ છે કે, આ આખા પ્રોજેક્ટને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે ગૂગલ ક્લીન એનર્જી પ્લાન્ટ (Clean Energy Plant) પણ સ્થાપશે.

Advertisement

સામાન્ય જનતા અને સરકારને સીધો લાભ

ગૂગલનું આ રોકાણ માત્ર ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી. કંપની ભારત સરકાર (Government of India) સાથે મળીને સરકારી કામગીરીમાં AI ને વણી લેશે, જેનાથી લાખો કર્મચારીઓ આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરી શકશે.

શિક્ષણ: વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ AI ટ્યુટર્સ (AI Tutors) ઉપલબ્ધ કરાશે.

ભાષા: રિયલ-ટાઇમ ટ્રાન્સલેશનથી ભાષાના અવરોધો દૂર થશે.

સુરક્ષા: ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે AI ડિટેક્શન ટૂલ્સ વિકસાવાશે.

કૌશલ્ય: 100 મિલિયનથી વધુ ભારતીયોને AI તાલીમ (AI Training) આપવાનું લક્ષ્ય છે.

ભારત બનશે ગ્લોબલ ટેક લીડર

અત્યાર સુધી વિશ્વનો ઇન્ટરનેટ ટ્રાફિક મુખ્યત્વે અમેરિકા અને ચીન પર આધારિત હતો, પરંતુ હવે ભારત ગૂગલના નવા રૂટનું મુખ્ય કેન્દ્ર બનશે. આનાથી સ્થાનિક સ્ટાર્ટઅપ્સ (Startups) ના ખર્ચમાં ઘટાડો થશે અને નવી રોજગારીની તકો (Job Opportunities) ઉભી થશે.

આ પણ વાંચો:  આજની East India Company છે Google જેવી કંપનીઓ, Zoho ના ફાઉન્ડરે શા માટે કહ્યુ હતું આવું?

Tags :
Advertisement

.

×