Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારના એક નિર્ણયથી સૈનિકોને પરિવાર સાથે વધુ સમય વિતાવવાની મળશે તક!

ગૃહ મંત્રાલય દ્વારા આત્મહત્યા અને સ્વૈચ્છિક નિવૃત્તિની સંખ્યા ઘટાડવા માટે નવી 100 દિવસની રજા નીતિ રજૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્યસભામાં આ વિશે માહિતી આપી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે સૈનિકોને તેમના પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળે, જેથી તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારી શકાય.
સરકારના એક નિર્ણયથી સૈનિકોને પરિવાર સાથે વધુ સમય વિતાવવાની મળશે તક
Advertisement
  • 100-Day Leave : સૈનિકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલું
  • ગૃહ રાજ્ય મંત્રાલયની નવી 100 દિવસની રજા નીતિ,
  • સૈનિકોને પરિવાર સાથે સમય વિતાવવાની મળશે તક
  • સૈનિકોના માનસિક આરામ માટે 100-Day Leave Policy 
  • ગૃહ રાજ્ય મંત્રાલયે આત્મહત્યા અને નિવૃત્તિ ઘટાવવા માટે 100 દિવસની રજા અમલમાં મૂકી
  • સૈનિકોના માનસિક તણાવને દૂર કરવા માટે 100 દિવસની રજા નીતિ

100-Day Leave Policy : ગૃહ મંત્રાલય દ્વારા આત્મહત્યા અને સ્વૈચ્છિક નિવૃત્તિની સંખ્યા ઘટાડવા માટે નવી 100 દિવસની રજા (100-Day Leave) નીતિ રજૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્યસભામાં આ વિશે માહિતી આપી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તે સૈનિકોને તેમના પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળે, જેથી તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારી શકાય.

અધિકારીઓ પાસે સમયનો અભાવ અને આત્મહત્યા

એક અહેવાલ અનુસાર, લાંબા સમય સુધી ફરજ, ઊંઘની અછત વગેરેને કારણે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં તૈનાત સૈનિકો આત્મહત્યા કરી રહ્યા છે અને તેમની સેવા પૂર્ણ કરતા પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. ગૃહ મંત્રાલયના ડેટા મુજબ, ગયા વર્ષે 730 સૈનિકોએ આત્મહત્યા કરી અને 55,000 થી વધુ લોકોએ રાજીનામું આપ્યું છે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. આથી, મંત્રાલયે 100 દિવસની રજા (100-Day Leave) નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સૈનિકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકશે.

Advertisement

આત્મહત્યા પાછળનું શું કારણ છે?

આધિકારીઓની આત્મહત્યા પાછળ ઘણીવાર ઘણા કારણો છુપાયેલા હોય છે. એવું કહેવામાં આવ્યું હતું કે આત્મહત્યા કરનારાઓમાં લગભગ 80% એવા લોકો હતા જેઓ ઘરેથી પાછા ફર્યા હતા. એક રિપોર્ટમાં સામે આવ્યું કે, આ આત્મહત્યાઓનું મુખ્ય કારણ ઘર પર રહેતી વ્યક્તિનું અવસાન, વૈવાહિક વિખવાદ, નાણાકીય મુશ્કેલીઓ, અને બાળકો માટે યોગ્ય શૈક્ષણિક તકનો અભાવ હતું. આ તમામ બાબતો સૈનિકોને માનસિક દબાણ અને ઊંઘના અભાવમાં ઢાલીને તેમના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છે.

Advertisement

સૈનિકોને 100 દિવસની રજા

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું કે, "આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 6302 સૈનિકોએ તેમના પરિવાર સાથે 100 દિવસ વિતાવ્યા છે." આ નીતિ તેમના આરામ અને માનસિક સુખમય જીવન માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ સિવાય સૈનિક અધિકારીઓને તેમની ફરિયાદો જાણવા અને તેનું નિરાકરણ કરવા માટે સૈનિકોના નિયમિત સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ફરજ માટે આરામનું મહત્વ અને નિયમિત વાતચીત

વધુમાં, ગૃહ રાજ્યમંત્રીએ ફરજના કલાકોમાં સંતુલન જાળવવા અને સૈનિકોને પૂરતો આરામ મળતો રહે, તે સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપ્યો છે. આથી, સૈનિકોને નિયમિત આરામ માટેના સમય અને તેમની માનસિક સ્થિતિને સમજવું જરૂરી બની ગયું છે. અધિકારીઓ દ્વારા સૈનિકો સાથે નિયમિત વાતચીત કરી તેમની ફરિયાદો સાંભળવી અને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવી, તે તેમની સુખાકારી માટે જરૂરી છે. સૈનિકોના માનસિક તણાવ, નિયમિત સમયમર્યાદા, અને સતત આરામના અભાવને પહોંચી વળવા માટે ગૃહ મંત્રાલયે પોતાની 100 દિવસની રજા નીતિ અમલમાં મૂકીને તેમની સુખાકારી અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યો છે.

આ પણ વાંચો:  Bhopal Gas Tragedy : દુર્ઘટનાની કાળી રાતને યાદ કરી CM મોહન યાદવે કહ્યું- આવી ઘટના દુનિયાએ ક્યારેય નથી જોઈ

Tags :
Advertisement

.

×