Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Prime Minister સુધી ફરિયાદ કે રજૂઆત પહોંચાડવા માટે સરકારી પોર્ટલનો કરો ઉપયોગ, જાણો એપ્લિકેશન વિશે માહિતી

તમારે પણ તમારા વિચારો, ફરિયાદો કે રજૂઆતોને પ્રધાનમંત્રી સુધી પહોંચાડા છે. પરંતુ યોગ્ય માહિતીનો અભાવ છે. જેમ કે, તમારી વાત મૂકવા માટે પીએમ સુધી પ્રત્યક્ષ જવું અશક્ય બરાબર છે. તેવામાં તમે તમારી વાત કેવીરીતે તેમના સમક્ષ મૂકશો? તો આ સમસ્યાનું સમાધાન છે સરકારી પોર્ટલ. જેના થકી તમે એ બધુ જ પ્રધાનમંત્રીને કહી શકશો, જે કહેવા માંગો છો. આવો સમજીએ કે આ પોર્ટલ કઈ છે, અને તેનો ઉપયોગ કેવીરીતે કરી શકાય છે.
prime minister સુધી ફરિયાદ કે રજૂઆત પહોંચાડવા માટે સરકારી પોર્ટલનો કરો ઉપયોગ  જાણો એપ્લિકેશન વિશે માહિતી
Advertisement
  • Prime Minister સુધી વાત પહોંચાડવી છે, પણ કેવીરીતે?
  • સરકારી પોર્ટલ બનશે PM સુધી વાત પહોંચાડવાનું માધ્યમ
  • ખૂબ જ સરળતાથી પ્રધાનમંત્રીને કહો તમારી વાત-રજૂઆત
  • એક ક્લિકથી તમારી રજૂઆત, વાત કે વિચારો PM સુધી પહોંચી જશે
  • પોર્ટલમાં સરકારી યોજનાઓ અને PMની પ્રવૃત્તિઓની પણ મળશે માહિતી 

Prime Minister: શું તમે પણ માનો છો કે સામાન્ય માણસ માટે પ્રધાનમંત્રી સુધી પહોંચવું અશક્ય છે? શું તમારી કોઈ ફરિયાદ (Complaint) લાંબા સમયથી સરકારી ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે. અથવા તમારી પાસે કોઈ એવો વિચાર છે, જે દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકે? તો આપને જણાવી દઈએ કે, હવે આ તમારી તમામ વાત પ્રધાનમંત્રી સુધી પહોંચાડવી શક્ય છે. હકીકતમાં, પીએમઓ (PMO) ના સત્તાવાર પોર્ટલ (Portal) થકી પ્રધાનમંત્રી સુધી તમારી ફરિયાદ અથવા વિચારો પહોંચાડવાનું ખૂબ જ સરળ છે. જેના થકી તમે પણ પ્રધાનમંત્રી સુધી પહોંચી શકો છો. મોટાભાગના લોકો માને છે કે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી સામાન્ય માણસની પહોંચની બહાર છે.પરંતુ આજના ડિજિટલ (Digital) યુગમાં બધુ જ શક્ય છે. તમે તમારો સંદેશ સીધો પ્રધાનમંત્રી સુધી પહોંચાડી શકો છો.આ માટે સરકારે પોતે pmindia.gov.in પોર્ટલ ઉપલબ્ધ કરાવ્યું છે. ચાલો વિગતવાર સમજાવીએ.

Prime Minister Portal 01_GUJARAT_FIRST

Advertisement

Prime Minister: સુધી વાત પહોંચાડવા માટે આટલું કરો

  • સૌ પહેલા pmindia.gov.in પર જઈને ડાબી બાજુએ ક્લિક (Click) કરો
  • મેનુ વિકલ્પ (Menu option) પર ક્લિક કરો
  • પછી ઇન્ટરેક્ટ વિથ પીએમ (Interact With PM) વિકલ્પ પર ક્લિક કરો
  • હોમ પેજ પર "શેર યોર આઈડિયા ઈન્સાઈટ્સ એન્ડ થોટસ" (Share your ideas, insights and thoughts) પર ક્લિક કરો
  • ખુલતી સાઇટ પર તમારું એકાઉન્ટ બનાવો અને તેની સાથે Log-in કરો
  • એકાઉન્ટમાં મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી (Email ID) થી લોગિન કરો
  • લોગ ઇન કર્યા પછી ચર્ચા વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમે તમારા વિચાર પ્રધાનમંત્રી સાથે શેર કરી શકો છો

Prime Minister: પોર્ટલ પર ફરિયાદ કરવા માટે આટલું કરો

  • ઉપરોક્ત બતાવેલી પ્રોસેસ અનુસરો
  • Lodge Public Grievance પર ક્લિક કરો
  • હવે જે વિભાગ વિશે ફરિયાદ કરવી હોય તે પસંદ કરો
  • તમારી ફરિયાદ સ્પષ્ટ રીતે લખો
  • જો ઈચ્છો તો, ફરિયાદ સંબંધિત કોઈપણ દસ્તાવેજો પણ જોડી શકો છો
  • ફરિયાદ સબમિટ કર્યા પછી ડેશબોર્ડ (Dashboard) માં ફરિયાદની સ્થિતિ ચકાસી શકો છો

Prime Minister Portal 02_GUJARAT_FIRST

Advertisement

pmindia.gov.in પોર્ટલ શું છે?

pmindia.gov.in પોર્ટલ પ્રધાનમંત્રી કાર્યાલયની સત્તાવાર વેબસાઈટ (Website) છે. જેના માધ્યમથી કોઈ પણ સામાન્ય નાગરિક વડાપ્રધાન સમક્ષ પોતાની વાત રજૂ કરી શકે છે.એટલે એમ ચોક્કસ કહી શકાય તે, ભારત સરકારનું આ પોર્ટલ નાગરિકો અને પ્રધાનમંત્રી વચ્ચે સંવાદની એક કડી છે. જેના માધ્યમથી લોકો પ્રધાનમંત્રીનો સીધો સંપર્ક કરી શકે છે.એટલું જ નહીં પણ, આ સરકારી પોર્ટલનો ઉપયોગ ઘણા કાર્યો પૂર્ણ કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે ફરિયાદો અથવા વિચારો સરકારને સબમિટ કરી શકો છો. વધુમાં તમે પ્રધાનમંત્રીને પત્ર પણ લખી શકો છો. આ પોર્ટલ પ્રધાનમંત્રીની પ્રવૃત્તિઓ, ભાષણો અને સરકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી પ્રદાન કરે છે.

આ પણ વાંચો- Goa Club Fire case: થાઇલેન્ડ કોર્ટમાં લૂથરાબંધુઓનો કેસ ચાલશે!, પ્રત્યાર્પણ માટે લાગશે સમય

આ પણ વાંચો- 'મહિલાઓ માત્ર સુવા માટે હોય છે' જીતના જશ્નમાં CPMના નેતાનું શર્મનાક નિવેદન

Tags :
Advertisement

.

×