ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cabinet Decisions: કૃષિ-ગ્રીન એનર્જીમાં કરોડો ખર્ચશે સરકાર, લેવાયા 3 મહત્વના નિર્ણયો

PM Modiની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને રેન્વેબલ એનર્જી ક્ષેત્રને મજબૂત Cabinet Meeting : PM Modiની અધ્યક્ષતામાં(PM Modi) કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો...
03:45 PM Jul 16, 2025 IST | Hiren Dave
PM Modiની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને રેન્વેબલ એનર્જી ક્ષેત્રને મજબૂત Cabinet Meeting : PM Modiની અધ્યક્ષતામાં(PM Modi) કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો...
Cabinet Meeting

Cabinet Meeting : PM Modiની અધ્યક્ષતામાં(PM Modi) કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જે દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને રેન્વેબલ એનર્જી ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વનું છે.

પ્રથમ નિર્ણય

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ ખેતી આધારિત જિલ્લાના સમગ્ર વિકાસ માટે 36 કેન્દ્રીય યોજનાઓના સમન્વયના માધ્યમથી દર વર્ષે 24 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારીને કૃષિ ક્ષેત્ર મજબૂત કરવાનો છે.

બીજો નિર્ણય

એનટીપીસીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે 20 હજાર કરોડનું રોકાણ કરવાની મંજૂરી આપવી.કેબિનેટએ એનટીપીસી લિમિટેડને રેન્વેબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે હાલની લિમિટથી ઉપર જઇને 20 હજાર કરોડ રૂપિયા સુધી રોકાણની અનુમતિ આપી છે. આ રોકાણ એનટીપીએસ ગ્રીન લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ અને સંયુક્ત ઉપક્રમો દ્વારા કરવામાં આવશે જેથી 2032 સુધી 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા મેળવી શકાય.

આ પણ  વાંચો -દિલ્હીની બે સ્કૂલોને ફરીથી મળી બોમ્બની ધમકી! ઈ-મેલ મળતા શાળાઓ ખાલી કરાવાઈ

ત્રીજો નિર્ણય

એનએલસી લિમિટેડને 7000 કરોડના રોકાણની સાથે નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં વિસ્તાર કરવાની મંજૂરી આપવી, એનએલસીઆઇએલને પણ 7000 કરોડ રૂપિયાના રોકાણની વિશેષ છૂટ આપી છે. જે પોતાની પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ લિમિટેડ દ્વારા રેન્વેબલ એનર્જી પ્રોજેક્ટમાં લગાવશે. જેનાથી કંપનીના સંચાલનને વધુ નાણાકીય સ્થિતિ સ્થાપકતા મળશે.

આ પણ  વાંચો -સિનેમા હોલ ટિકિટનો ચાર્જ 200 રૂપિયાથી વધુ નહીં લઈ શકાય, જાણો કયા રાજ્યએ લીધો આ નિર્ણય

પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY)

આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, ટકાઉ કૃષિ વિકલ્પો અપનાવવા, પંચાયત અને બ્લોક સ્તરે સંગ્રહ સુવિધાઓ વધારવા, સિંચાઈ વ્યવસ્થામાં સુધારો કરવાનો છે.આ યોજના 11 મંત્રાલયોની 36 યોજનાઓના સંકલન દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જેમાં રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીની યોજનાઓનો પણ સમાવેશ થશે. ઓછી ઉત્પાદકતા, ઓછી પાક ચક્ર અને ઓછી લોન વિતરણ જેવા ત્રણ મુખ્ય પરિમાણોના આધારે 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે. દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો સામેલ કરવામાં આવશે.

Tags :
Cabinet-meetingGujarat FirstNLCILNTPCpm modiPMDDKY
Next Article