Govinda પોતાની પત્ની Sunita સાથે લઇ રહ્યો છે છુટાછેડા, 37 વર્ષના લગ્ન જીવનનો અંત
- ગોવિંદા પોતાની પત્ની સાથે છુટાછેડા લે તેવી શક્યતા
- પહેલાથી જ ગોવિંદા અને તેની પત્ની અલગ અલગ રહે છે
- ગોવિંદા અંગે તેની પત્નીએ એક ઇન્ટરવ્યુમાં કર્યા હતા ખુલાસા
Govinda and Sunita Ahuja Divorce: ગોવિંદાની પર્સનલ લાઇફ અંગે સમાચારો છે કે તેમના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. સમાચાર છે કે ગોવિંદા ટુંક જ સમયમાં છુટાછેડાની જાહેરાત કરી શકે છે.
Govinda and Sunita Ahuja Divorce: ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હવે સમાચાર છે કે, બંન્નેનું લગ્ન જીવન બરોબર નથી ચાલી રહ્યું. રિપોર્ટ અનુસાર ગોવિંદાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. તેમના છૂટાછેડા ફાઇનલ સ્ટેજમાં છે.
આ પણ વાંચો : પુત્રોની દાદાગીરી મુદ્દે 'જય શ્રીરામ' બોલી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી
ગોવિંદા એક મરાઠી અભિનેત્રી સાથે રિલેશનમાં
સમાચાર છે કે, ગોવિંદાની 30 વર્ષની એક મરાઠી અભિનેત્રીની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. Reddit ની એક પોસ્ટ અનુસાર ગોવિંદાના છૂટાછેડા થવાનાં છે. સુનીતાએ હાલમાં જ અનેક ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેર અંગે હિંટ આપી ચુક્યા છે. તેઓ બંન્ને અલગ અલગ ઘરમાં રહે છે કારણ કે તેમના શેડ્યુલ મેચ નથી કરતા.
ગોવિંદાએ અધિકારીક પૃષ્ટિ નથી કરી
જો કે ગોવિંદા અને સુનિતા તરફથી છૂટાછેડા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે હજી સુધી કોઇ અધિકારીક રિએક્ટ નથી આપવામાં આવ્યું છે.હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે તે ગોવિંદા અને સુનિતા જ જણાવી શકે છે.
આ પણ વાંચો : Kerala Crime : કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
ગોવિંદા સાથે નથી રહેતી સુનિતા
સુનિતાએ હિંદી રશને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગોવિંદા સાથે નથી રહેતી. . સુનિતાએ કહ્યું હતું કે, તેઓ મોટે ભાગે અલગ અલગ રહે છે. સુનિતાના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. બીજી તરફ ગોવિંદા ફ્લેટની સામે એક બંગલામાં રહે છે.
હવે કોઇ વ્યક્તિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ
આ ઉપરાંત સુનિતાએ કહ્યું હતું કે, ક્યારેય કોઇ આદમી પર વિશ્વાસ ન કરો લોકો ગિરગિટની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થઇ ગયા છે. તે ક્યાં જશે? પહેલાક્યારેય ક્યાં જતો નહોતો અને મને ખબર નથી. સુનિતાએ કહ્યું હતું કે, હું પહેલા ખુબ જ સિક્યોર હતી. જો કે હવે નથી. 60 બાદ લોકો સઠીયાઇ જતા હોય છે. ગોવિદાના 60 પુરા કરી લીધા છે. કોણ જાણે તે શું કરી રહ્યો છે. હું ગોવિંદાને કહ્યું કે, 60 ના થઇ ગયા હોત તો સઠીયાઇ ન જતા.
આ પણ વાંચો : જો પાકિસ્તાનને ભારતથી આગળ ન લઇ જઉ તો મારુ નામ બદલીશ: શહબાઝ શરીફ ટ્રોલ
1987 માં થયા હતા ગોવિંદાના લગ્ન
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થઇ હતી. બંન્નેના લગ્ન ખુબ જ ઓછી ઉંમરમાં થઇ ગઇ હતી. તે સમયે સુનિતા માત્ર 18 વર્ષની હતી. સુનિતા અને ગોવિંદાને આ લગ્નથી બે બાળકો ટીના અને યશવર્ધન છે.
આ પણ વાંચો : Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી