LPG Supply India Govt Decisions: રસોડામાં નહીં સર્જાય ગેસની અછત! જાણો સરકારે લીધા આ મોટા નિર્ણયો
- ઘરેલુ રાંધણ ગેસના પુરવઠાને કોઈપણ ભોગે અગ્રતા આપવા મંત્રાલયનો આદેશ (LPG Supply India Govt Decisions )
- સંગ્રહખોરી રોકવા અને કાળાબજારી ડામવા માટે સપ્લાય ચેન પર કડક વોચ
- દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન તાત્કાલિક વધારવા સૂચના
- હોસ્પિટલો જેવી જરૂરી સેવાઓ માટે આયાત કરેલા ગેસનો જથ્થો વપરાશે
પશ્ચિમ એશિયા (West Asia) માં ઈરાન (Iran), અમેરિકા (United States) અને ઈઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની આંચ હવે વૈશ્વિક ઈંધણ બજાર (Global Fuel Market) સુધી પહોંચી છે. આ અસ્થિરતાની અસર ભારતના રસોડા સુધી ન પહોંચે તે માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે (Ministry of Petroleum and Natural Gas) દેશમાં રાંધણ ગેસ (LPG) નો પુરવઠો જાળવી રાખવા માટે અત્યંત મહત્વના અને આગોતરા પગલાંની જાહેરાત કરી છે.
LPG Supply India Govt Decisions : સંગ્રહખોરી રોકવા નવો નિયમ
બજારમાં ઘરેલુ ગેસની કાળાબજારી અને બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવેથી બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે ફરજિયાત ૨૫ દિવસનો 'ઇન્ટર-બુકિંગ પિરિયડ' (Inter-booking Period) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમથી ગેસનો બિનજરૂરી સ્ટોક કરનારાઓ પર લગામ લાગશે.
In light of current geopolitical disruptions to fuel supply and constraints on the supply of LPG, the Government has issued orders to oil refineries for higher LPG production and to use such extra production for domestic LPG use.@PetroleumMin #LPG pic.twitter.com/r7Gq44lKjr
— All India Radio News (@airnewsalerts) March 10, 2026
ઘરેલુ સપ્લાયને ટોચની અગ્રતા
મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકોને ખાતરી આપી છે કે કોઈપણ ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિસ્થિતિ સર્જાય, સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા ઘરેલુ LPG સપ્લાયને અવિરત રાખવાની રહેશે. આ માટે દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓને (Oil Refineries) LPG નું ઉત્પાદન તાત્કાલિક ધોરણે વધારવા અને તે જથ્થો માત્ર ઘરેલુ વપરાશ માટે જ અનામત રાખવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
આવશ્યક સેવાઓ માટે અલગ વ્યવસ્થા
હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી અત્યંત આવશ્યક સેવાઓ (Essential Services) માં ગેસની અછત ન સર્જાય તે માટે આયાત કરાયેલા (Imported) LPG માંથી પુરવઠો પૂરો પાડવામાં આવશે. બીજી તરફ, હોટલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમો (Industrial Units) ના પ્રશ્નોના નિરાકરણ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (Executive Director) ની એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: UP: સરકારી શિક્ષકના કૌભાંડની પરાકાષ્ઠા, બે અલગ અલગ નોકરી કરીને 17 વર્ષ સુધી લીધો પગાર, હવે સજા


