હરિયાણામાં સ્નાતક અને અનુસ્નાતકો સફાઈ કામદાર બનવા માટે પણ તૈયાર! બેકારીએ હદ વટાવી
- હરિયાણામાં બેરોજગારી ચરમસીમાએ
- સફાઈ કામદારની નોકરી માટે ઉચ્ચ શિક્ષિતોની ભીડ
- હરિયાણામાં સ્નાતક અને અનુસ્નાતકો સફાઈ કામદાર બનવા મજબૂર
Haryana : હરિયાણામાં વધતી બેરોજગારી (Unemployment) નું સ્પષ્ટ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. રાજ્યના હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) દ્વારા જાહેર કરાયેલી સફાઈ કામદારની જગ્યાઓ (vacancies of cleaners advertised) માટે લાખોની સંખ્યામાં અરજીઓ (Applications) આવી છે. જે દર્શાવે છે કે દેશમાં દિવસેને દિવસે બેરોજગારી (Unemployment) નું પ્રમાણ સતત વધી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી આશ્ચર્યજનક રીતે લાખોની સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક (Graduate and Post Graduate) ધારકોએ પણ અરજી કરી છે.
આંકડાઓ શું કહે છે?
હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) ના આંકડા દર્શાવે છે કે 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2024 દરમિયાન 39,990 સ્નાતક અને 6,112 અનુસ્નાતક ઉમેદવારોએ આ પદ માટે અરજી કરી છે. આ ઉપરાંત, ધોરણ 12 પાસ થયેલા 1,17,144 લોકો પણ આ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે, જે રાજ્યોમાં બેરોજગારી કેટલી ગંભીર સમસ્યા બની છે તે દર્શાવે છે. એક અધિકારીએ જણાવ્યું કે HKRN દ્વારા સરકારી વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં નિયુક્ત કરાયેલા કરાર આધારિત સ્વચ્છતા કાર્યકરોને દર મહિને લગભગ 15,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે.
- હરિયાણામાં બેરોજગારી ચરમસીમાએ
- સફાઈ કામદારની નોકરી માટે ઉચ્ચ શિક્ષિતોની ભીડ
- હરિયાણામાં સ્નાતક અને અનુસ્નાતકો સફાઈ કામદાર બનવા મજબૂર#HaryanaUnemployment #JobCrisis #CleanerJobs #GraduateStruggles #HKRNRecruitment #UnemploymentRate #YouthEmployment#PostGraduateJobs…— Gujarat First (@GujaratFirst) September 4, 2024
અધિકારીઓનું સ્પષ્ટીકરણ- ઉમેદવારોને કોઈપણ પ્રકારની ગેરસમજ નથી
અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની ગેરસમજ ન હતી. HKRN વેબસાઇટ પર અરજી કરતી વખતે ઉમેદવારોએ એક ઘોષણા ફોર્મ આપવું જરૂરી છે જેમાં તેઓ ખાતરી કરે છે કે તેઓએ નોકરીનું વર્ણન કાળજીપૂર્વક વાંચ્યું છે. જેમાં જાહેર સ્થળો અને રસ્તા પરથી કચરો હટાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પક્ષ પલટો કરનારા MLA ને હવે નહીં મળે Pension, જાણો પૂરી વિગત