Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

CBSE નો મોટો દાવો, એપ્લિકેશન પોર્ટલને હેક કરવાનો પ્રયાસ, 2 મિનિટમાં 15 લાખ હિટ્સ આવી

ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે રી-ઈવેલ્યુએશનની મહત્વની પ્રક્રિયા અત્યારે સાયબર હુમલાની લપેટમાં છે. CBSE ના પોર્ટલ પર એકસાથે લાખો હિટ્સ આવતા સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે, જેને હેકિંગના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓની અરજીઓ તો સ્વીકારાઈ રહી છે, પરંતુ શું આ ઘટના પાછળ કોઈ મોટી સુરક્ષા ચૂક છુપાયેલી છે? ટેકનિકલ અવરોધોની આ પાછળની રમત અને વિદ્યાર્થીઓના ડેટાનું જોખમ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે.
cbse નો મોટો દાવો  એપ્લિકેશન પોર્ટલને હેક કરવાનો પ્રયાસ  2 મિનિટમાં 15 લાખ હિટ્સ આવી
Advertisement

CBSE Portal Cyber Attack: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રી-ઈવેલ્યુએશન (Re-evaluation) અને આન્સર શીટ વેરિફિકેશન માટેનું પોર્ટલ ૨ જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ શરૂઆતથી જ વિદ્યાર્થીઓને અરજી કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હવે ખુદ CBSE એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમના પોર્ટલ પર હેકિંગના ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા છે.

પોર્ટલને હેક કરવાનો પ્રયાસ થતો હોવાનો દાવો

બોર્ડની સાયબર સિક્યોરિટી (Cyber Security) ટીમ પાસેથી મળેલા ઇનપુટ્સ મુજબ, પોર્ટલને ‘ડિનાયલ ઓફ સર્વિસ’ (Denial of Service - DoS) પ્રકારના સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો છે. આ હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે માત્ર 2 મિનિટના ટૂંકા ગાળામાં પોર્ટલ પર 15 લાખથી વધુ હિટ્સ આવ્યા હતા. આ સાથે જ, 1 લાખથી વધુ વખત ફાઇલોને અનધિકૃત રીતે (Unauthorized Access) એક્સેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે સર્વર પર અતિશય ભારણ વધી ગયું અને અરજી પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

Advertisement

CBSE Portal Cyber Attack:  અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી

જોકે, આ અવરોધો વચ્ચે પણ 2 જૂન, બપોરે 3:00 વાગ્યા સુધી 16,000 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. CBSE નું કહેવું છે કે તેમનું પોર્ટલ એકસાથે 8,000 જેટલા યુઝર્સને સપોર્ટ કરવા સક્ષમ છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે પ્લેટફોર્મમાં સુધારા કર્યા છે અને સેશનનો સમય (Session Timeout) પણ વધાર્યો છે.

Advertisement

ડેટા સુરક્ષા માટે બોર્ડ નક્કર પગલાં લેશે

ઉલ્લેખનીય છે કે, CBSE માટે હેકિંગની આ કોઈ નવી ઘટના નથી. અગાઉ પણ સ્કેન કરેલી કોપી મેળવવાના પોર્ટલને હેક કરીને વિદ્યાર્થીઓ પાસેથી ફી કરતા અનેકગણી રકમની માંગણી કરવામાં આવી હતી. આ સતત બની રહેલી ઘટનાઓ વિદ્યાર્થીઓના પર્સનલ ડેટા (Personal Data Leak) ની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે તેમની ટીમો સતર્ક છે, પરંતુ આગામી દિવસોમાં ડેટા સુરક્ષા માટે બોર્ડ કયા નક્કર પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Twisha Sharma Case માં CBI તપાસ વચ્ચે મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો, આરોપી પક્ષની દાદાગીરીનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×