CEC Gyanesh Kumar : CEC વિરુદ્ધની બધી અરજીઓ સ્વીકારાઈ ,SC 27 ઓક્ટોબરે કરશે સુનાવણી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરીને લઈને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મતદાર યાદીની ખાસ પ્રક્રિયા અને એક મહત્વપૂર્ણ ફોર્મમાં થયેલા ફેરફારોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ આ મુદ્દે આક્રમક બન્યા છે. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશની ટકોર અને આગામી સુનાવણીની તારીખે સમગ્ર મામલાને નવો વળાંક આપ્યો છે. હવે કોર્ટના આગામી વલણ પર નજર છે.
Advertisement
CEC Gyanesh Kumar : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar)ની કામગીરીને લઈને ઊભો થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યો છે. મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અને ફોર્મ-6માં ફેરફાર અંગે દાખલ અરજીઓની આગામી સુનાવણી 27 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે. કોર્ટે સંબંધિત અરજીને અન્ય સમાન અરજીઓ સાથે સુનાવણી માટે જોડી છે.

