K Annamalai ની કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો!
તમિલનાડુના રાજકારણમાં એક અત્યંત ચર્ચિત ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી કે. અન્નામલાઈ દિલ્હીના રાજકીય વર્તુળોમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમની મુલાકાત બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું અન્નામલાઈ ભાજપ સાથેના સંબંધોનો અંત લાવી રહ્યા છે?
અમિતભાઈ શાહ સાથે અન્નામલાઈએ કરી બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક કરી છે. જોકે તેમણે હજુ સુધી સત્તાવાર રીતે રાજીનામું નથી આપ્યું, પરંતુ તેમના સમર્થકો અને નજીકના વર્તુળો દ્વારા નવી પ્રાદેશિક પાર્ટી (Regional Political Party) શરૂ કરવાના સંકેતો સ્પષ્ટ મળી રહ્યા છે. આ સંભવિત પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય "ધર્મનિરપેક્ષ" અને "તમિલ-પ્રથમ" (Tamil-First) અભિગમ રાખવાનો છે, જે તમિલ ઓળખને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સાંકળશે.
Union Home Minister Amit Shah meets BJP leader K Annamalai in Delhi. pic.twitter.com/eYhgpnyDU7
— ANI (@ANI) June 2, 2026
તેમની ગાડી પર ભાજપનો ઝંડો ગાયબ હતો
અન્નામલાઈના રાજકીય માર્ગ પરિવર્તનના સંકેતો સોમવારે જ જોવા મળ્યા હતા, જ્યારે તેઓ ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પહોંચ્યા ત્યારે તેમની ગાડી પર ભાજપનો અધિકૃત ઝંડો ગાયબ હતો. આ નાનકડી લાગતી ઘટના રાજકીય પંડિતો માટે મોટો સંકેત સાબિત થઈ છે. આ દરમિયાન, 4 જૂને આવનારા તેમના જન્મદિવસ પહેલા ચેન્નાઈની શેરીઓમાં લાગેલા પોસ્ટર્સ, જેમાં "આવો અને અમારું નેતૃત્વ કરો" જેવા લખાણો છે, તે તેમના સમર્થકોની બદલાયેલી માનસિકતા દર્શાવે છે.
K Annamalai: તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
કે. અન્નામલાઈ હવે આગામી એક-બે દિવસમાં તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજીને પોતાના રાજકીય ભાવિ વિશે સ્પષ્ટતા કરશે તેવી પ્રબળ શક્યતા છે. અમિત શાહ સાથેની આ મુલાકાત શું સમાધાન લાવશે કે પછી ભાજપ માટે દક્ષિણ ભારતમાં મોટું નુકસાન સાબિત થશે, તે સમય જ કહેશે. તમિલનાડુનું રાજકારણ અત્યારે એક નિર્ણાયક વળાંક પર ઊભું છે.
આ પણ વાંચો: Gujarat Weather Forecast: આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર


