Jharkhand: લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો-કન્ટેનર ટક્કરમાં 7 લોકોના મોત
ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સર્જાયેલી એક ગંભીર સડક દૂર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. એક ઢાળવાળા માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતા વાહનો વચ્ચે થયેલી ભીષણ ટક્કરે ક્ષણભરમાં અનેક પરિવારોના માળા ઉજડી નાખ્યા છે, જેના કારણે પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે.
Advertisement
Jharkhand Latehar Road Accident: ઝારખંડના લાતેહાર (Latehar) જિલ્લામાંથી એક હ્રદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શનિવારના રોજ જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશન (Chandwa Police Station) વિસ્તાર અંતર્ગત આવતી ડેઢટંગવા ઘાટી (Dedh-Tangwa Ghati) પાસે એક ભીષણ સડક અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દૂર્ઘટનામાં એક અનિયંત્રિત કન્ટેનર અને ઓટો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કુલ સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ખૌફનાક હતો કે ઓટોના સીએનજી સિલિન્ડર અને બોડીના કૂરચે કૂરચા ઉડી ગયા હતા.

