"મારી બેગમાં બોમ્બ છે" મુસાફરે આવું કહેતા જ મુંબઈ એરપોર્ટ પર મચ્યો હડકંપ
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરે બેગમાં વિસ્ફોટક હોવાની મજાક કરી હતી. આ બેજવાબદાર નિવેદનને કારણે સુરક્ષા દળો હરકતમાં આવ્યા અને દિલ્હી જતી ફ્લાઇટને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવ્યા બાદ અફવા સાબિત થઈ હતી
Advertisement
Mumbai Airport Bomb Hoax: મુંબઈ (Mumbai) ના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)પર તાજેતરમાં બનેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. સુરક્ષા તપાસ (Security Check) જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ એક મુસાફર દ્વારા કરવામાં આવેલા બેજવાબદાર મજાકે એજન્સીઓ અને પ્રવાસીઓની ચિંતા વધારી દીધી છે. એરપોર્ટ પર સામાન્ય રીતે પ્રક્રિયાગત સવાલો પૂછવામાં આવતા હોય છે, પરંતુ આ કેસમાં એક સામાન્ય મજાક ગંભીર મુશ્કેલીમાં પરિણમી હતી.

