PM Modi SRCC Centenary: PM મોદી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં હાજર રહ્યા
દિલ્હીની પ્રતિષ્ઠિત SRCC માટે આ દિવસ માત્ર એક ઉજવણી પૂરતો રહ્યો નહોતો. 100 વર્ષની સફરને યાદ કરતી આ ખાસ ક્ષણે શિક્ષણ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. શિક્ષક દિવસના સંયોગે કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો.
Advertisement
PM Modi SRCC Centenary: દિલ્હીની પ્રતિષ્ઠિત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)એ પોતાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણી માટે આયોજિત શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમ શિક્ષક દિવસ સાથે પણ જોડાયો હતો, જેના કારણે સમારોહનું મહત્વ વધુ વધ્યું હતું.

