Privileges Committee Notice: કેન્દ્રિય ગૃહ મંત્રી વિરુદ્ધ બોલવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં, વિશેષાધિકારની નોટિસ જારી
સંસદીય રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભામાં વિપક્ષના નેતા સામે વિશેષાધિકાર સમિતિ દ્વારા સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી છે. સદનમાં અસંસદીય ભાષાના ઉપયોગ અને નિયમોના ભંગના આરોપસર શાસક પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલી વિશેષ ફરિયાદ બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Advertisement
Rahul Gandhi Privileges Committee Notice: સંસદ ભવનથી લઈને રાજકારણના ગલિયારા સુધી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકસભાની વિશેષાધિકાર સમિતિ (Privileges Committee) દ્વારા રાહુલ ગાંધી સામે નોટિસ જારી કરવામાં આવી છે અને તેમને આગામી 28 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાનો લેખિત જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ સાંસદો અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને ડૉ. સંજય જાયસવાલ (Sanjay Jaiswal) દ્વારા લોકસભાના સ્પીકર ઓમ બિરલા સમક્ષ કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

