Ayodhya Donation: રામ મંદિર દાન ચોરી અંગે SIT એ CM યોગીને સોંપ્યો રિપોર્ટ, ટૂંક સમયમાં થઈ શકે છે મોટી કાર્યવાહી
રામ મંદિરના દાનમાં હેરાફેરીના આક્ષેપો વચ્ચે તપાસનો અત્યંત મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. SIT નો પ્રારંભિક રિપોર્ટ હવે મુખ્યમંત્રીની ટેબલ પર છે. શું આ રિપોર્ટમાં એવા તથ્યો છે જે જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકશે? અયોધ્યા અને સમગ્ર દેશની નજર હવે સરકારના આગામી એક્શન પર છે.
Advertisement
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર (Ram Mandir Ayodhya) માં દાનમાં થયેલી કથિત હેરાફેરીના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસ પૂર્ણ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ને પોતાની પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપી દીધી છે. હવે મુખ્યમંત્રી આ રિપોર્ટની સમીક્ષા કરશે અને ત્યારબાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. મંદિર ટ્રસ્ટની વિનંતી બાદ ગત 13 જૂનના રોજ રાજ્ય સરકારે આ ત્રણ સભ્યોની SIT ની રચના કરી હતી.

