ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gurugram: મુંબઇ એક્સપ્રેસ વે પર પુલ પરથી નીચે પડ્યો ટ્રક.. ટ્રકમાં ભડકો થતા બળીને ખાખ

Mumbai accident : મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત (Mumbai accident )થયો હોવાનું સામે આવ્યુ છે. ઝડપથી આવતી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. ટ્રક પડતાની સાથે જ ધડાકાભેર વિસ્ફોટ થયો અને તેમાં જબરદસ્ત...
06:21 PM Jul 11, 2025 IST | Hiren Dave
Mumbai accident : મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત (Mumbai accident )થયો હોવાનું સામે આવ્યુ છે. ઝડપથી આવતી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. ટ્રક પડતાની સાથે જ ધડાકાભેર વિસ્ફોટ થયો અને તેમાં જબરદસ્ત...
truck fell from flyover

Mumbai accident : મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત (Mumbai accident )થયો હોવાનું સામે આવ્યુ છે. ઝડપથી આવતી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. ટ્રક પડતાની સાથે જ ધડાકાભેર વિસ્ફોટ થયો અને તેમાં જબરદસ્ત આગ લાગી ગઈ પરિણામે ટ્રકમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.

બેલેન્સ ગુમાવતા નીચે પડી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ટ્રક ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક જ સંતુલન ખોરવાઇ ગયું. મળતી માહિતી મુજબ ટ્રક એમેઝોનના ડિલિવરી પાર્ટનરની હોવાનું કહેવાય છે, જેમાં મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, હોમ ડિલિવરીનો સામાન અને અન્ય મોંઘા પેકેજો ભરેલા હતા. ટ્રક નીચે પડતાની સાથે જ તેમાં તરત જ આગ લાગી ગઈ અને આખી ટ્રક સળગવા લાગી.

ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો

અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે આસપાસનો વિસ્તારમાં ધુમાડો ધુમાડો થઇ ગયો હતો. આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સોહનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રકની ગતિ વધુ હોવાને કારણે અને બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.

Tags :
Amazon delivery truckDriver InjuredFire brigade actionfire broke out in truckGurugram accidentloss of lakhsMumbai ExpresswaySohna hospitaltruck fell from flyover
Next Article