Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Happy Lohri 2026: ઉત્તર ભારતમાં ઉજવાતો લોહડીનો ઉત્સવ, જાણો ઉજવણી પાછળ શું છે મહત્વ?

લોહડીનો પવિત્ર તહેવાર અગ્નિની ગરમી સાથે નવી શરૂઆત અને સકારાત્મકતાનો સંદેશ લાવે છે. જૂની કડવાશ અગ્નિમાં બળી જાય અને પ્રેમ તલ અને ગોળની મીઠાશ સાથે સંબંધોમાં ઓગળી જાય. લોહરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
happy lohri 2026  ઉત્તર ભારતમાં ઉજવાતો લોહડીનો ઉત્સવ  જાણો ઉજવણી પાછળ શું છે મહત્વ
Advertisement
  • Happy Lohri 2026: આજે ઉત્તર ભારતમાં લોહડીનો ઉત્સવ
  • પંજાબ, હરિયાણામાં ખાસ ઉજવણી
  • જાણો ઉત્સવ પાછળનું શું છે મહત્વ?

Happy Lohri 2026: 13 જાન્યુઆરીના રોજ ઉત્તર ભારત (North India) માં ઉજવાતો લોહડીનો તહેવાર ઉજવવામાં આવે છે. શિયાળા (Winter) ની ઠંડી વચ્ચે લોહડી પર્વની ઉજવણી આનંદની હૂંફ લાવે છે. આ તહેવાર દર વર્ષે ઉત્તરાયણ (Uttarayan) ના એક દિવસ પહેલા એટલે કે, 13 જાન્યુઆરીએ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શિયાળાના અંત અને નવા પાકના આગમનને દર્શાવે છે. લોહડી મુખ્યત્વે ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ઉજવવામાં આવે છે. ત્યારે આવો આજે આપણે લોહડી તહેવારના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે જાણીએ.

Happy Lohri 2026 01 _GUJARAT_FIRST

Advertisement

Happy Lohri 2026: ઉત્તર ભારતમાં ઉજવણી

ઉત્તરભારતમાં લોહડીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લોહડી પૂજા અને પવિત્ર અગ્નિ પ્રગટાવવા માટે સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુભ મુહૂર્ત દરમિયાન અગ્નિ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે તેવું માનવામાં આવે છે.

Advertisement

Happy Lohri 2026: આ વર્ષે લોહડી પર શુભ સંયોગ

આ વર્ષે, લોહડી ચિત્રા નક્ષત્રના પ્રભાવ સાથે સુકર્મ યોગની રચના થઈ રહી છે. આ શુભ સંયોગથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંપત્તિમાં વધારો લાવે છે. આ દિવસને નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

Happy Lohri 2026 02 _GUJARAT_FIRST

Happy Lohri 2026: લોહડીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

લોહરીના દિવસે, લોકો ખુલ્લી જગ્યામાં હોળી પ્રગટાવે છે. તેની આસપાસ પ્રદક્ષિણા કરીને ગીતો ગાય છે. અને નૃત્ય કરે છે. મહિલાઓ પરંપરાગત ગીદ્દા નૃત્ય રજૂ કરે છે. જે પંજાબ (Punjab) ની સાંસ્કૃતિક ઓળખ છે. ગોળ, તલ, રેવાડી, ગજક, મગફળી અને પોપકોર્ન (Popcorn) અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. લોકો એકબીજાને લોહડીની શુભકામનાઓ પણ પાઠવે છે.

આ પણ વાંચો----- 2026 Festival: વિવિધતામાં એકતા, ભારતમાં અલગ અલગ નામ ધરાવતા તહેવારોનું એક જ મહત્વ, જાણો ઉજવણી અને પરંપરા

લોહડી ખાસ કરીને લણણીની સિઝન (Season) દરમિયાન ઉજવવામાં આવે છે. તે રવિ પાકના આગમનના આનંદને દર્શાવે છે. આ દિવસે, લણણી સૂર્ય દેવ અને અગ્નિ દેવને સમર્પિત કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ખેડૂતો સારા પાક અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

Happy Lohri 2026: લોહડી અને દુલ્લા ભટ્ટીની વાર્તા

લોહડીના દિવસે દુલ્લા ભટ્ટી (Dulla Bhatti) ને યાદ કરવાનું વિશેષ મહત્વ છે. દુલ્લા ભટ્ટીને પંજાબના લોક નાયક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે અમીરોને લૂંટતો અને ગરીબોને મદદ કરતો હતો. લોકવાયકા અનુસાર, દુલ્લા ભટ્ટીએ કન્યાદાનની ભૂમિકા ભજવીને ઘણી ગરીબ યુવતીઓના સન્માનનું રક્ષણ કર્યું હતું. અને તેમના લગ્ન કરાવ્યા હતા. તેથી, આજે પણ તેમનું નામ આદરપૂર્વક લોહડીના ગીતોમાં ગવાય છે.

Happy Lohri 2026 03 _GUJARAT_FIRST

Happy Lohri 2026: પૂજા વિધિ

લોહડી પર, સાંજે ઘરની બહાર અથવા ખુલ્લી જગ્યામાં લાકડા અને ગાયના છાણાને ગોઠવીને પિરામીડ (Pyramid) બનાવો. પછી, દુલ્લા ભટ્ટીની વાર્તાને યાદ કરીને, શુભ સમયે અગ્નિ પ્રગટાવો. અગ્નિ પ્રગટાવ્યા પછી, તલ, ગોળ, રેવડી, મગફળી અને પોપકોર્ન અર્પણ કરો. પ્રસાદની સાથે, અગ્નિની સાત કે અગિયારવાર પરિક્રમા કરો. અને પરિવારની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. પૂજા પૂર્ણ થયા પછી, રેવડી અને મગફળીનો પ્રસાદ બધાને વિતરણ કરવો. અને તેમને લોહરીની શુભકામનાઓ આપવી.

આ પણ વાંચો------ History: Google માં ટ્રેન્ડ કરવા લાગ્યુ ગુજરાતનું સોમનાથ મંદિર, 20 વર્ષમાં આટલીવાર થયું સર્ચ

Tags :
Advertisement

.

×