Epstein Files Controversy : એપસ્ટીન ફાઇલ્સ વિવાદમાં કેન્દ્રીય મંત્રી હરદીપ Hardeep Singh Puri ને મળી ક્લીનચીટ
- એપસ્ટીન ફાઇલ્સ વિવાદમાં મંત્રીને રાહત: તપાસમાં મળી ક્લીનચીટ!
- અમેરિકી ગુનેગાર જેફરી એપસ્ટીન સાથેના કનેક્શનમાં હરદીપ સિંહ પુરીને રાહત
- તપાસ એજન્સીઓને મંત્રી વિરુદ્ધ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિના પુરાવા ન મળ્યા
- મંત્રીએ ક્યારેય એપસ્ટીનના પ્રાઈવેટ આઈલેન્ડની મુલાકાત લીધી હોવાનો ઇનકાર કર્યો
- વિપક્ષ દ્વારા તપાસની માંગ સાથે સરકાર પર કરવામાં આવ્યા હતા આકરા પ્રહાર
અમેરિકામાં સનસનાટી મચાવનાર એપસ્ટીન ફાઇલ્સ (Epstein Files) વિવાદના પડઘા ભારતમાં પણ સંભળાયા હતા. આ દસ્તાવેજોમાં કેટલાક આંતરરાષ્ટ્રીય નેતાઓ અને જાણીતી હસ્તીઓના નામ સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) નું નામ પણ ચર્ચામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો હતો. જોકે, હવે આ મામલે કેન્દ્રીય મંત્રીને મોટી રાહત મળી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
Hardeep Singh Puri સામે પ્રાથમિક તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હરદીપ સિંહ પુરી વિરુદ્ધ કોઈ પણ ગુનાહિત કે ખોટી પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી. એજન્સીઓને અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ મળ્યું નથી જે સાબિત કરી શકે કે મંત્રી કોઈ ગેરકાયદેસર કામમાં સામેલ હતા. જોકે તપાસ હજુ ચાલુ છે, પરંતુ શરૂઆતી રિપોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે લગાવવામાં આવેલા આરોપોનો કોઈ નક્કર આધાર નથી.
🚨 Hardeep Puri Cleared of Allegations in Epstein Controversy pic.twitter.com/VhIIIVwcVg
— India Live (@IndiaLiveIN) February 27, 2026
શું છે એપસ્ટીન ફાઇલ્સ?
એપસ્ટીન ફાઇલ્સ એ અમેરિકાના કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટીન (Jeffrey Epstein) સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજો છે. આ દસ્તાવેજોમાં વિશ્વભરના પ્રભાવશાળી લોકોના નામ હોવાની વાત સામે આવી હતી. મંત્રી હરદીપ સિંહ પુરીએ અગાઉ જ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેમનું નામ આ વિવાદમાં ખોટી રીતે ઘસડવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમનો એપસ્ટીન સાથે કોઈ વ્યક્તિગત કે ગેરકાયદેસર સંબંધ નહોતો અને તેમણે ક્યારેય એપસ્ટીનના પ્રાઈવેટ આઈલેન્ડની મુલાકાત લીધી નથી.
એજન્સીએ આપી ક્લિનચીટ
રકારે આ મામલાને ગંભીરતાથી લઈને તથ્યોની તપાસ શરૂ કરી હતી. વિપક્ષે નૈતિક જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી, જ્યારે સત્તાધારી પક્ષે કહ્યું હતું કે પુરાવા વગર કોઈ પર આરોપ લગાવવો ખોટો છે. હાલ પૂરતું, તપાસ એજન્સીઓ તરફથી મળેલી આ ક્લીનચીટ મંત્રી માટે મોટો વિજય માનવામાં આવે છે.
આ પણ વાંચો : BJP vs AAP: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 લોકો નિર્દોષ જાહેર, BJP-AAP વચ્ચે ' War' શરૂ!


