Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું દેશમાં ફરી લાગશે Lockdown? અફવાઓ પર મંત્રી હરદીપ સિંહ પુરીએ તોડ્યું મૌન

Lockdown : છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉન (Lockdown) લાદવામાં આવશે તેવી અફવાઓ જોર પકડી રહી છે. આ ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર પાસે લોકડાઉન અંગેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને આવી તમામ વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે.
શું દેશમાં ફરી લાગશે lockdown  અફવાઓ પર મંત્રી હરદીપ સિંહ પુરીએ તોડ્યું મૌન
Advertisement
  • Lockdown : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ $122 પ્રતિ બેરલે પહોંચ્યું, ઇંધણના ભાવમાં ભારે ઉછાળો.
  • સામાન્ય માણસ પર બોજ નહીં પડવા દઈએ, વધતા ભાવ સામે સરકાર રક્ષણ આપશે.
  • પીએમ મોદીની સીધી દેખરેખ, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત રહેશે.
  • અફવાઓ ફેલાવવી બેજવાબદાર, કેન્દ્રીય મંત્રીઓએ જનતાને ગભરાવાની ના પાડી.

Lockdown : છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉન (Lockdown) લાદવામાં આવશે તેવી અફવાઓ જોર પકડી રહી છે. આ ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર પાસે લોકડાઉન અંગેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને આવી તમામ વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે.

અફવાઓથી દૂર રહેવા અપીલ (Clarification on Lockdown)

હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને જવાબદાર રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, "વૈશ્વિક પરિસ્થિતિ અનિશ્ચિત હોઈ શકે છે, પરંતુ ભારત સરકાર સપ્લાય ચેઈન અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર સતત નજર રાખી રહી છે. અત્યારે ગભરાવાની કે અફવાઓ ફેલાવવાની કોઈ જરૂર નથી."

Advertisement

Advertisement

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો (Crude Oil Price Surge)

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil)ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે. છેલ્લા એક મહિનામાં તેલના ભાવ $70 પ્રતિ બેરલથી વધીને સીધા $122 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર દક્ષિણ-પૂર્વ એશિયામાં ઓઈલના ભાવમાં 30% થી 50% નો વધારો થયો છે. જ્યારે ઉત્તર અમેરિકામાં આ ઓઈલના ભાવમાં 30% નો વધારો થયો છે. જો કે યુરોપમાં પણ 20% નો વધારો થયો છે.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે મોદી સરકાર સામાન્ય જનતા પર આ ભાવવધારાનો બોજ ન પડે તે માટે મક્કમ છે અને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા સામે નાગરિકોને સુરક્ષિત રાખવા પ્રયત્નશીલ છે.

કિરેન રિજિજુનું નિવેદન: "પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં"

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) પણ જનતાને આશ્વાસન આપતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે આ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારત સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે જનતાને ઈંધણ કે અન્ય કોઈ પણ જીવનજરૂરી વસ્તુઓની અછત ન સર્જાય.

આ પણ વાંચો :  Iran-Israel-US War : ટ્રમ્પની ડબલ ગેમ.... ઈરાન સાથે વાટાઘાટા વચ્ચે 10 હજાર સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાની તૈયારી !

Tags :
Advertisement

.

×