હરિયાણા: ડેરા જગમાલવાલીની ગાદીનો વિવાદ થતા ઇન્ટરનેટ સેવા બંધ પોલીસનો ખડકલો
સિરસા : રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સિરસામાં તણાવ, તોફાન, જાહેર અને ખાનગી સંપત્તીને નુકસાન પહોંચાડવાની સાથે જ શાંતિ અને સૌહાર્દ બિગડવાની આશંકા છે. અફવાઓ ફેલાવવા અને ભડકાવવા કોન્ટેન્ટના પ્રસારને અટકાવવા માટે સરકારે ફરજિયાત પગલું ઉઠાવ્યું છે.
હરિયાણામાં કાલ રાત સુધી ઇન્ટરનેટસેવા બંધ
હરિયાણા સરકારે સિરસામાં આજે સાંજે 5 વાગ્યાથી કાલે રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિરસામાં ડેરા જગમાલવાલીમાં ગાદીનો વિવાદ હોવાના કારણે પોલીસ તંત્રએ સુરક્ષાના પગલા તરીકે પગલું ઉઠાવ્યું છે. આ સાથે જ પોલીસ તંત્રએ સુરક્ષાની પુરતી વ્યવસ્થા પણ કરી છે.
સરકાર દ્વારા હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી
રાજ્ય સરકાર તરફથી બહાર પડાયેલા આદેશમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, સિરસામાં તણાવ, તોફાન જાહેર તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચવાની સાથે જ શાંતિ અને સૌહાર્દ ડહોળાય તેવી શક્યતા છે. અફવા ફેલાવવા અને ભડકાઉ કોન્ટેન્ટના પ્રસારને રોકવા માટે સરકાર દ્વારા સુરક્ષા પગલા ઉઠાવવામાં આવ્યા છે.
ઇન્ટરનેટ અને મેસેજ સેવા પર બંધ કરાઇ
જેથી સિરસામાં 8 ઓગસ્ટ, રાત્રે 11.59 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ અસ્થાયી રીતે નિલંબિત કરવામાં આવી છે. હરિયાણા સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી અનુરાગ રસ્તોએ આ અંગે આદેશ આપ્યો છે.
સિરસા ડેરા શાહના પ્રમુખ સંતનું નિધન
અત્રે ઉલ્લેખનીય છે કે, સિરસાના ડેરા શાહ બિલોચિસ્તાની જગમાલવાલીના ડેરા પ્રમુખ સંત બહાદુર ચંદ વકીલ સાહેબનું 1 ઓગસ્ટના રોજ નિધન થઇ ગયું હતું. ત્યાર બાદથી જ ડેરાની ગાદી અંગે વિવાદ શરૂ થયો હતો. જે હજી સુધી પણ ચાલી રહી છે. ડેરા પ્રમુખનું 2 ઓગસ્ટના રોજ ડેરા પરિસરમાં જ બિશ્નોઇ સમાજના રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બે પક્ષો વચ્ચે ગાદી મામલે વિવાદ
ગાદી અંગે 2 પક્ષોમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક પક્ષ ડેરાના મુખ્ય સેવાદાર વીરેંદર સિંહનો છે. તેમના નામે તેઓ વસિયત કરતા ડેરા પ્રમુખની સાથે વકીલનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જો કે બીજા પક્ષના લોકો તેને માનવા માટે તૈયાર નથી. તેઓ વીરેંદર સિંહને ગાદી આપવાની વિરુદ્ધમાં છે. આ અંગે ડેરામાં અનેક વખત પંચાયતો પણ થઇ ચુકી છે. એટલે સુધી કે ડેરાના એક અન્ય સેવક ગુરપ્રીત સિંહને શ્રદ્ધાળુઓ દ્વારા ગાદી સોંપવાની વાત પણ કહેવામાં આવી હતી.
ડેરા પ્રમુખની અંતિમ અરદાસનો કાર્યક્રમ 8 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, તે અંગે આજે ડેરામાં વીરેંદર સિંહ પહોંચ્યા. જેથી સુરક્ષાને જોતા પોલીસે ભારે બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યાર બાદ વીરેંદર સિંહે પ્રેસને સંબોધિત કરતા સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી.