Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana: મોડલ શીતલનો મૃતદેહ સોનીપતથી મળ્યો, મોતનું ઘુંટાતુ રહસ્ય

હરિયાણાની મોડલ શીતલનો સોનીપતથી મળ્યો મોડલના ટેટૂથી તેની ઓળખ થઇ શીતલની ગરદન પર ઉંડા કટના નિશાન Model Sheetal: પાણીપતની 23 વર્ષની મોડલ શીતલ (Model Sheetal)ઉર્ફે સિમ્મીનો મૃતદેહ સોનીપતના (Sonipat Channel)ગામ ખાંડાની પાસે રિલાયન્સ નહેરમાંથી મળ્યો હતો. મોતની ગુત્થી હજુ...
haryana  મોડલ શીતલનો મૃતદેહ સોનીપતથી મળ્યો  મોતનું ઘુંટાતુ રહસ્ય
Advertisement
  • હરિયાણાની મોડલ શીતલનો સોનીપતથી મળ્યો
  • મોડલના ટેટૂથી તેની ઓળખ થઇ
  • શીતલની ગરદન પર ઉંડા કટના નિશાન

Model Sheetal: પાણીપતની 23 વર્ષની મોડલ શીતલ (Model Sheetal)ઉર્ફે સિમ્મીનો મૃતદેહ સોનીપતના (Sonipat Channel)ગામ ખાંડાની પાસે રિલાયન્સ નહેરમાંથી મળ્યો હતો. મોતની ગુત્થી હજુ પણ વણઉકેલાયેલી છે. જો કે મોડલના ટેટૂથી તેની ઓળખ થઇ છે. સવાલ એ છે કે આ ફક્ત એક દુર્ઘટના હતી કે પ્લાન કરીને હત્યા કરવામાં આવી હતી. શીતલ તેના બોયફ્રેન્ડ સાથે શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારબાદ પાણીપતની નહેરમાં તેનો મૃતદેહ મળ્યો હતો. શીતલનો મિત્ર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસ હવે આ ગુત્થીને સુલઝાવવામાં લાગી છે.

શીતલ ઉર્ફે સિમ્મી હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની એક જાણીતી મોડલ છે

શીતલ ઉર્ફે સિમ્મી હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની એક જાણીતી મોડલ છે તેનું ખુબ નામ છે. 14 જૂને તે ગામ અહરમાં એક શૂટિંગ માટે ગઇ હતી, ફરી ક્યારેય પરત આવી શકી ન હતી. મોડી સાંજ સુધી તેનો કોઇ સંપર્ક ન થઇ શક્યો, પરિવાર જનોએ પાણીપત મતલૌડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને ફરિયાદ મળ્યાના બે દિવસ બાદ કોઇ અતો પત્તો લાગ્યો ન હતો. ત્યારે સોનીપતના ખરખોદા પોલીસ સ્ટેશન ક્ષેત્રની બહાર રિલાયન્સ નહેરની પાસે એક યુવતીનો મૃતદેહ મળ્યો. શરૂઆતની તપાસમાં ઓળખાણ ન થઇ શકી જો કે કાંડા પર બનેલા ટેટુથી મોડલની ઓળખ થઇ કે આ સોનલનો મૃતદેહ છે. પોલીસ અને પરિવાર મોડલ શીતલને શોધી રહ્યા હતા ત્યારે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

Advertisement

આ પણ  વાંચો -National Census : વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે, કેન્દ્રએ નોટિફિકેશન બહાર પાડ્યું

Advertisement

શીતલની ગરદન પર ઉંડા કટના નિશાન છે

શીતલની ગરદન પર ઉંડા કટના નિશાન છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે તેને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી છે. જાણી જોઇને સમજીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ડીએસપી રાજવીર સિંહે શીતલની હત્યાની પુષ્ટી કરી છે અને મામલાની ગંભીરતાને જોતા સોનીપત પોલીસે એક વિશેષ ટીમની રચના કરી છે અને તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

આ પણ  વાંચો -ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 24 કલાકમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો

ટેટુથી થઇ ઓળખ

શીતલની ઓળખ તેના કાંડા પર બનાવેલા ટેટુના કારણે થઇ છે. નહેર પાસેથી મળેલા મૃતદેહની સ્થિતિ ખુબજ ખરાબ હતી. જો કે ટેટુ સ્પષ્ટ રૂપથી નજર આવી રહ્યુ હતુ. શીતલના પરિવારે આ ટેટુના આધારે મૃતદેહ શીતલનો હોવાની પુષ્ટી કરી છે. ઘટના સમયે શીતલ સુનીલની સાથે કારમાં હતી. કારના નહેરમાં પડવાના સમાચાર મળતા જ પોલીસ અને સ્થાનીક ઘટના સ્થળે પહોચ્યા હતા અને કારને બહાર કાઢી હતી. આ દરમિયાન સુનીલ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. સુનીલને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જો કે હાલ તેની હાલત ખુબ ગંભીર હોવાનુ કહેવામાં આવે છે. હવે તેની પૂછપરછ પછી જ સમગ્ર મામલા અંગે વધારે જાણી શકાશે.

Tags :
Advertisement

.

×