Hathras Accident : ભયાનક અકસ્માત વચ્ચે લોકોની ચીસો, 10 થી વધુના મોત
Hathras Accident : ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. શુક્રવારે સાંજે અહીં રોઝવેઝની બસે મેક્સ લોડરને ટક્કર મારી હતી. આ ઘટનામાં 12 લોકોના મોત (12 People Died) ના સમાચાર છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ (Injured) પણ થયા છે. અહેવાલો અનુસાર, મેક્સ લોડરમાં મુસાફરી કરી રહેલા લોકો 13મી તહેવાર બાદ પરત ફરી રહ્યા હતા.
અકસ્માતમાં 12 લોકોના મોત
આ ઘટના આગરા-અલીગઢ બાયપાસ પર મીતાઈ ગામ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં અંદાજે 12 લોકોના મોત થયા છે અને એક ડઝનથી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતા જ પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, મેક્સમાં લગભગ 30 લોકો હતા. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ લોકો સાસણીના મુકુંદ ખેડામાં તેરમીનું પર્વ મનાવીને ખંડૌલી નજીક સેવાલા ગામ પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં તેનો અકસ્માત થયો.
VIDEO | Uttar Pradesh: 12 people were killed after a car collided with a bus on Agra-Aligarh National Highway near Hathras. "The accident took place while one vehicle was trying to overtake another vehicle. Till now, 12 people have lost their lives, while 16 others are injured,"… pic.twitter.com/9dKyCkghVR
— Press Trust of India (@PTI_News) September 6, 2024
પોલીસે ઘાયલોને મદદ કરી અને તેમને હોસ્પિટલ લઈ ગયા
ઘટનાસ્થળેથી જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ દર્દનાક છે. ઘાયલોમાં ઘણા બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ પીડિતોને તમામ શક્ય મદદ કરી રહી છે. પોલીસ ઘાયલોને હોસ્પિટલ સુધી મદદ કરતી જોવા મળી હતી. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. બસમાં સવાર મુસાફરોને પણ ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો: બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ન માની સાક્ષી મલિકની સલાહ, અંંતે Congress માં જોડાયા