'ભીખ માંગી' ચૂંટણી લડી અરવિંદ રાણા હિંદુત્વના સહારે Hazaribagh ના મેયર બન્યા
. Arvind Kumar Rana, મો. સરફરાઝ અહમદને હરાવીને Hazaribagh ના Mayor બન્યા
. અરવિંદ રાણાએ અસલી હિંદુત્વવાદી હોવાનો દાવો કરી ભાજપને પણ હરાવ્યું
. જનતા વચ્ચેથી 1.35 લાખનું અરવિંદ રાણાએ ફંડ ઉઘરાવ્યું હતું
Hazaribagh Mayor : ઝારખંડના હજારીબાગ (Hazaribagh) માં અરવિંદ કુમાર રાણા (Arvind Kumar Rana) મેયર (Mayor) બન્યા છે. જનતા પાસેથી ભીખ માંગીને તેઓ ચૂંટણી લડયા હોવાનો દાવો કરી રહ્યા છે. અરવિંદ કુમાર રાણાએ તેમના પ્રતિસ્પર્ધી મોહમ્મદ સરફરાઝ અહમદ (Mohammad Sarfaraz Ahmad) ને 4657 વોટથી હરાવ્યા છે.
અહીં ખાસ વાત એ છે કે અરવિંદ રાણા લોકશાહીના બે સ્તંભમાં રહી ચુક્યા છે અને હવે તેમની આના ત્રીજા સ્તંભમાં એન્ટ્રી થઈ છે. અરવિંદ કુમાર રાણા (Arvind Kumar Rana) પત્રકારત્વ અને વકીલાતમાં પોતાની ભૂમિકા નીભાવી ચુક્યા છે.
અરવિંદ કુમાર રાણાને કુલ 23,500 વોટ મળ્યા છે. જ્યારે બીજા સ્થાને રહેલા મોહમ્મદ સરફરાઝ અહમદ (Mohammad Sarfaraz Ahmad) ને 18,847 વોટ પ્રાપ્ત થયા છે. અરવિંદ કુમાર રાણાને શરૂઆતમાં નબળા ઉમેદવાર માનવામાં આવતા હતા. પરંતુ તેમણે ઘણાં દિગ્ગજોને પછાડીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે.
અરવિંદ કુમાર રાણા ચૂંટણી પ્રચાર દરમિયાન વોટની સાથે જ સહયોગ માટે ફંડ માંગતા પણ જોવા મળ્યા હતા. રાણાએ ક્હ્યુ હતુ કે તેઓ ભીખ માંગીને ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે મારી પાસે ચૂંટી લડવા માટે નાણાં ન હતા. પરંતુ મેં જનતાની વચ્ચે રહીને વર્ષો સુધી સામાજિક કાર્ય કર્યું છે. મેં લોકોના અધિકારોની લડાઈ લડી છે અને આ દમ પર ચૂંટણી લડી રહ્યો છું. મેં એફિડેવિટમાં જણાવ્યુ છે કે મારી પાસે 10-20 હજાર રૂપિયા જ છે. મને જનતાએ અત્યાર સુધીમાં 1 લાખ 35 હજાર રૂપિયા આપ્યા છે.
આ પણ વાંચો: Epstein Files માં ન્યૂયોર્કના મેયર મમદાનીની માતાનું નામ, શું કરવા ગયા હતા મીરા નાયર?
Hindutva પર મૂક્યો ભાર
કપાળ પર સિંદૂરનું તિલક અને ગળામાં ભગવા (Bhagwa) અંગવસ્ત્ર સાથે અરવિંદ કુમાર રાણા (Arvind Kumar Rana) એ હિંદુત્વ (Hindutva) નો પણ સહારો લીધો. રાણા જનતાની વચ્ચે દાવો કરતા કે તેઓ અસલી હિંદુત્વના મુદ્દા પર ચાલનારા ઉમેદવાર છે. તેઓ લોકોને જણાવતા હતા કે ક્યાં પ્રકારે ઘરવાપસી જેવા મુદ્દાઓ પર તેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને ઘણાંને હિંદુત્વમાં પાછા લાવ્યા છે. હિંદુત્વના મોરચા પર અરવિંદ કુમાર રાણા ભાજપ (BJP) ના ઉમેદવારને પણ મ્હાત આપવામાં સફળ રહ્યા છે.
જીત પર અરવિંદ કુમાર રાણાની પ્રતિક્રિયા
તેમણે જીત બાદ કહ્યુ છે કે હજારીબાગની પ્રેમાળ જનતાનો અપાર પ્રેમ, આશિર્વાદ અને વિશ્વાસે મને ભાવુક કરી દીધો છે. આજે હું ખરેખર અભિભૂત છું અને તમારા બધાંના સ્નેહની આગળ નતમસ્તક છું. તમે મને માત્ર વોટ આપીને નહીં, પરંતુ પોતાના ભાઈ, પુત્ર અને પરિવારના સદસ્ય તરીકે સ્વીકારીને જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે મારા જીવનની સૌથી મોટી જવાબદારી અને સમ્માન છે. આ જીત અરવિંદ કુમાર રાણાની નહીં, પણ હજારીબાગના દરેક તે નાગરિકની જીત છે જેણે સારા શહેરનું સપનું જોયું અને તે સપના પર ભરોસો કર્યો. હું આપ સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યો છું. તમારો વિશ્વાસ મારી શક્તિ છે, તમારી આશાઓ મારો સંકલ્પ છે. હું તમને ભાઈ-પુત્ર તરીકે દરેક ગલી, દરેક મોહલ્લા અને દરેક જરૂરિયાતમંદ સુધી વિકાસ, સ્વચ્છતા, સારી સુવિધાઓ અને જનસેવા પહોંચાડવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી કાર્ય કરતો રહીશ. તમારો પ્રેમ અને આશિર્વાદ જ મારી પ્રેરણા છે. હજારીબાગને મળીને એક સ્વચ્છ, સુંદર અને વિકસિત શહેર બનાવવું જ હવે મારું સંયુક્ત લક્ષ્ય છે.
આ પણ વાંચો: Bijal Patel : તોફાની બાળપણથી અમદાવાદના મેયર પદ સુધીની રોમાંચક અને પ્રેરક સફર


