ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોઢામાં સૂતળી બોમ્બ ફોડીને કરી આત્મહત્યા, કારણ જાણી રહી જશો દંગ

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં રવિવારે એક 24 વર્ષીય યુવકે પોતાના મોંમાં સુતળી બોમ્બ ફોડીને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક મોટા શહેરમાં ભણવા માંગતો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ત્યાં એડમિશન લઈ શક્યો ન હતો,...
12:28 PM Apr 24, 2023 IST | Hardik Shah
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં રવિવારે એક 24 વર્ષીય યુવકે પોતાના મોંમાં સુતળી બોમ્બ ફોડીને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક મોટા શહેરમાં ભણવા માંગતો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ત્યાં એડમિશન લઈ શક્યો ન હતો,...

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં રવિવારે એક 24 વર્ષીય યુવકે પોતાના મોંમાં સુતળી બોમ્બ ફોડીને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક મોટા શહેરમાં ભણવા માંગતો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ત્યાં એડમિશન લઈ શક્યો ન હતો, જેના કારણે તે તણાવમાં હતો અને તેણે જઈને આ પગલું ભર્યું હતું.

બોમ્બ ફાટતાની સાથે ઘરમાં ચીસો પડી હતી. પરિવાર તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના લોકોને એ વાત હાલ સમજાઈ રહી નથી કે તેણે આવું પગલું શાં માટે ભર્યું. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. બીજી તરફ માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.

ઘરના શૌચાલયમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, બ્રજેશ પ્રજાપતિ થોડા દિવસોથી પરેશાન હતો અને તણાવમાં પણ હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને વિગતવાર તપાસ શરૂ કરી છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે ફટાકડાનો અવાજ સાંભળીને સંબંધીઓ ઘરની અંદર ગયા તો ઘરના શૌચાલયમાંથી લોહીલુહાણ હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો. આ પછી પરિવારના સભ્યો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ પણ વાંચો : કુનોમાં વધુ એક ચિત્તાનું મોત, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ઉદયનું બિમારીથી મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Madhya PradeshSheopursuicideSutli Bomb
Next Article