AI ટેક્નોલોજીથી હવે મિનિટોમાં થશે સ્વાસ્થ્ય તપાસ!
- AI ટેક્નોલોજીથી મિનિટોમાં સ્વાસ્થ્ય તપાસ!
- હૈદરાબાદની હોસ્પિટલમાં નવીન AI પદ્ધતિનો અમલ
- ચહેરા પરથી સ્વાસ્થ્ય રિપોર્ટ? હવે શક્ય છે!
- PPG ટેક્નોલોજીથી સુરક્ષિત અને ઝડપી આરોગ્ય ચકાસણી
AI Health Prediction : ટેક્નોલોજી જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે સમાજ માટે વરદાન સાબિત થઈ શકે છે, જોકે તેનો દુરુપયોગ ખતરનાક પણ હોઈ શકે છે. હૈદરાબાદની સરકાર સંચાલિત નિલોફર હોસ્પિટલમાં તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય ચકાસણીની એક નવીન પદ્ધતિ અપનાવવામાં આવી, જેણે ચિકિત્સા ક્ષેત્રે નવો માપદંડ સ્થાપ્યો. પરંપરાગત રીતે, લોહીના પરીક્ષણ બાદ સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે કલાકોની રાહ જોવી પડે છે, પરંતુ આ હોસ્પિટલમાં AI આધારિત ટેક્નોલોજીની મદદથી માત્ર થોડી મિનિટોમાં જ પરિણામો મેળવી શકાય છે.
AI આધારિત મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ
નિલોફર હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે AI આધારિત મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં દર્દીના ચહેરાને મોબાઇલ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવે છે, જે 'અમૃત સ્વસ્થ ભારત' નામની એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. આ એપ ફોટોપ્લેથીસ્મોગ્રાફી (PPG) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે ચહેરા પર પડતા પ્રકાશના પરાવર્તનને શોધી કાઢે છે. સ્કેનિંગ દરમિયાન ચહેરા પર પૂરતો પ્રકાશ પૂરો પાડવામાં આવે છે, અને આ એપ બિલ્ટ-ઇન એલ્ગોરિધમની મદદથી લોહીના પ્રવાહ અને પલ્સનું વિશ્લેષણ કરે છે. આ એપ્લિકેશનને ક્વિક વાઇટલ દ્વારા વિકસાવવામાં આવી છે, જે સ્વાસ્થ્ય ચકાસણીને વધુ ઝડપી અને સરળ બનાવે છે.
બિસમ ફાર્માનો દાવો અને પડકારો
બિસમ ફાર્માના સંચાલક હરીષ બિસામે જણાવ્યું કે, જ્યારે પ્રકાશ શરીરમાં પ્રવેશે છે, ત્યારે તેનું પરાવર્તન થાય છે, જેને મોબાઇલનું સેન્સર ઝડપી લે છે. આ રિફ્લેક્શનનું AI એલ્ગોરિધમ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે, જે રક્તવાહિનીઓમાં વહેતા લોહીની હિલચાલ અને પલ્સની માહિતી આપે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ એપના પરિણામો પરંપરાગત લેબ ટેસ્ટથી થોડા અલગ હોઈ શકે છે, કારણ કે અલગ-અલગ લેબમાં પણ પરિણામોમાં થોડો ફેરફાર જોવા મળે છે. આ એપ લેબ જેવા ચોક્કસ પરિણામો આપી શકે કે નહીં તે અંગે કેટલાક સવાલો ઉભા થયા છે, પરંતુ તે એક વિશ્વસનીય અનુમાન આધારિત રિપોર્ટ આપી શકે છે.
આ પણ વાંચો : પતિના મોતથી દુઃખી પત્નીએ AI રોબોટ સાથે કર્યા લગ્ન! છૂટાછેડા સુધી પહોંચી હતી વાત, પણ હવે...