Heat In India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 92 ભારતના, બાંદામાં 47.4°C તાપમાન!
. દુનિયાના ટોપ 100 ગરમ સ્થળોમાં 92 શહેરો ભારતના હોવાથી આખો દેશ ભઠ્ઠીમાં ફેરવાયો
. બાંદામાં રેકોર્ડબ્રેક 47.4°C તાપમાન નોંધાયું; પ્રયાગરાજ અને વારાણસીમાં પણ પારો 45 ડિગ્રીને પાર
. માત્ર દિવસ જ નહીં, રાત્રે પણ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો
Deadly Heat : વૈશ્વિક તાપમાનના આંકડાઓએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. દુનિયાના 100 સૌથી ગરમ શહેરોના રિયલ-ટાઈમ રેન્કિંગમાંથી 92 શહેર ભારતના છે. આ આંકડા દર્શાવે છે કે ઉત્તર અને મધ્ય ભારત હાલ કેટલી હદે ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યા છે.
સ્થિતિ એવી છે કે સહારા રણના ઘણાં શહેર પણ હાલ ભારતીય શહેરોની સરખામણીએ ઓછા ગરમ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ (Delhi, Mumbai, Chennai) જેવા મહાનગરોમાં પારો 42થી 44 ડિગ્રી વચ્ચે છે. પરંતુ અસલી આગ બુંદેલખંડ (Bundelkhand) અને પૂર્વાંચલ (Purvanchal) ના જિલ્લાઓમાં વરસી રહી છે.
યુપીના બાંદા (Banda) માં 47.4 ડિગ્રી તાપમાન, દેશમાં સૌથી વધુ
ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો શનિવાર અને રવિવારે આખા ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના સૌથી ગરમ સ્થળમાં સામેલ રહ્યો. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. જે સામાન્યથી 6.2 ડિગ્રી જેટલું વધારે છે. બાંદાએ પોતાનો જ 4 વર્ષ જૂનો રેકોર્ડ (29 એપ્રિલ, 2022) ફરીથી બરાબર કરી લીધો છે. બાંદા જિલ્લા સિવાય ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ ગરમીને કારણે હાહાકારની સ્થિતિ છે. પ્રયાગરાજમાં 45.5 ડિગ્રી, વારાણસીમાં 45 ડિગ્રી, ઝાંસીમાં 44.8 ડિગ્રી અને લખનૌમાં સિઝના સૌથી ગરમ દિવસે 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું.
#WATCH | Delhi: On heatwave conditions, IMD scientist Naresh Kumar says, "Heatwave conditions have developed today across the entire northwest and central India. There may be a decrease in temperature starting tomorrow owing to indications of a western disturbance forming. This… pic.twitter.com/kiJjBiGYY3
— ANI (@ANI) April 27, 2026
આ પણ વાંચો: ઈમેલમાં ‘F*** Off’ કહેવું યૌન ઉત્પીડન નથી! HC એ ડાયરેક્ટર વિરુદ્ધની FIR રદ્દ કરી
UP ના 20 જિલ્લાઓમાં Orange Alert
હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 20 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 48 કલાક સુધી લૂ-નો પ્રકોપ ચાલુ રહેશે. ચોંકાવનારી વાત એ છે કે હવે માત્ર દિવસે જ નહીં, પણ રાત્રે પણ બફારો યથાવત રહેશે. વોર્મ નાઈટની સ્થિતિને કારણે રાત્રે તાપમાન પણ સામાન્યથી 3થી 5 ડિગ્રી ઉપર બનેલું છે, જેનાથી લોકોને 24 કલાક ગરમીનો સામનો કરવાની સ્થિતિ આવશે.
Delhi - Mumbai અને અન્ય રાજ્યોના હાલ
રાજધાની નવી દિલ્હીમાં પણ સૂરજ આગ વરસાવી રહ્યો છે. અહીં સફદરગંજ અને મુંગેશપુર જેવા વિસ્તારોમાં પારો 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં 45.6 ડિગ્રી અને રાજસ્થાનના બાડમેરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જાણકારો મુજબ, વાદળોની ગેરહાજરી અને શુષ્ક પવનોએ આખા દેશને ભઠ્ઠી બનાવી દીધો છે. હવામાન વિભાગે ચેતવણી આપી ચે કે જ્યાં સુધી પ્રી-મોનસૂન વરસાદ નહીં થાય, ત્યાં સુધી આ ડેડલી હીટ (Deadly Heat) થી રાહત મળવાના આસાર ઓછાં છે.
આ પણ વાંચો: રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!


