Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
- દેશમાં ધાણા રાજ્યોમાં ચોમાસની એન્ટ્રી
- દિલ્હી-એનસીઆરમાં ધૂળનું તોફાન
- હવામાન વિભાગે રાજ્યોમાં વરસાદ કરી આગાહી
IMD:દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.આજે દિલ્હી-એનસીઆરમાં ધૂળનું તોફાન આવ્યું હતું. થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.
પંજાબ અને હરિયાણામાં ગાજવીજ સાથે ભારે વરસાદ
આવતા ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુરુવાર માટે યલો અને શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. IMD વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર - પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સમય દરમિયાન આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
REGIONAL DAILY WEATHER REPORThttps://t.co/jW8fHWgFaz pic.twitter.com/iUnCGY4euX
— IMD-Tamilnadu Weather (@ChennaiRmc) May 31, 2025
અતિ ભારે વરસાદની સંભાવના
ઓડિશા કિનારાથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર છે. આગામી 24 કલાક દરમિયાન તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની અને ઉત્તર બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં પરિણમવાની સંભાવના છે. 30 મે સુધી પૂર્વોત્તર રાજ્યો અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારા (કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવા) પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદનો નવો ગાળા શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો -પાક.સાથે સંઘર્ષ દરમિયાન ભારતના કેટલા જેટ પ્લેન તૂટ્યાના સવાલ અંગે CDS ચૌહાણે આપ્યો જવાબ
ઉત્તર પ્રદેશમાં કરા સાથે ઓેરેન્જ એલર્ટ
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં કરા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દિલ્હીમાં વાવાઝોડા, ભારે પવન અને હળવો વરસાદ થવાની સંભાવના છે અને કાલે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.બુધવારે કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે વૃક્ષો તૂટી પડ્યા હતા, લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાયનાડ જેવા ઘણા પહાડી વિસ્તારોમાં લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. ઘણા ઘરોને નુકસાન થયું હતું, વીજ પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હતો અને પાકને પણ ભારે નુકસાન થયું હતું.
આ પણ વાંચો -Arunachal Pradesh માં ભૂસ્ખલન થતા 7 લોકોના મોત, Assam માં પણ પૂરની સ્થિતિ યથાવત્
નદીઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા આપી સલાહ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ત્રણ જિલ્લાઓ - ઇડુક્કી, કન્નુર અને કાસરગોડ - માટે રેડ એલર્ટ અને શુક્રવાર માટે બાકીના 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાજ્યની વિવિધ નદીઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ નદીઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.