Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IMD Alert: દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડું, 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત; એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જારી કરી

ગઈકાલે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદથી ગરમીથી રાહત મળી, પરંતુ પાણી ભરાઈ જવાથી અને વૃક્ષો પડી જવાથી લોકોને ઘણી મુશ્કેલી પડી.
imd alert  દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડું  100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત  એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જારી કરી
Advertisement
  • દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
  • IMD એ તોફાન અને વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું
  • એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જારી કરી

Weather Alert: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. શનિવારે મોડી સાંજે ભારતીય હવામાન વિભાગ (IMD) એ તોફાન અને વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. આ પછી શનિવાર-રવિવાર (24-25 મે)ની વચ્ચેની રાત્રે લગભગ 1 વાગ્યાના સુમારે જોરદાર પવન, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જો કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ વૃક્ષો પડવાની પણ માહિતી છે.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે ગઈ કાલે દિલ્હી, પંજાબ, યુપી, હરિયાણા અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા, ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી આપી હતી. આ અંતર્ગત દિલ્હી-NCRમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એલર્ટ જારી કર્યાના થોડા કલાકો બાદ જ દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

Advertisement

પાણી ભરાવાથી વાહનવ્યવહારને અસર

ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. મિન્ટો રોડ, હુમાયુ રોડ, શાસ્ત્રી ભવન જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મિન્ટો બ્રિજ પર એક કાર પાણીમાં ડૂબી ગઈ હોવાની માહિતી પણ સામે આવી છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ છે.

Advertisement

આ પણ વાંચો : કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધ્યા... કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય એલર્ટ પર

એરલાઇન સેવાઓ પ્રભાવિત

ખરાબ હવામાનને કારણે હવાઈ ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે તોફાન અને ભારે વરસાદને કારણે 100થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. વાવાઝોડા દરમિયાન 25થી વધુ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોએ X પર માહિતી આપી છે કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે હવાઈ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

IMDના એલર્ટ પછી, Air India એ ગઈકાલે રાત્રે એક એડવાઈઝરી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમૃતસર, ચંદીગઢ અને દિલ્હી આવતી અને જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.

Spice Jet એ પણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી અને લખ્યું હતું કે, "દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, તમામ પ્રસ્થાન/આગમન અને તેની સાથે સંકળાયેલી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ પર નજર રાખે."

આ પણ વાંચો :  ‘Operation Sindoor માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન નથી...’, નીતિ આયોગની બેઠકમાં શું ચર્ચા થઈ?

Tags :
Advertisement

.

×