Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Rains 2025 : ભારે વરસાદ અને વાવાઝોડાથી વિનાશ વેરાયો, ઠેર ઠેર જળબંબાકાર

દિલ્હી અને નોઈડા ઉપરાંત ગાઝિયાબાદમાં ઘણી જગ્યાએ ભારે વરસાદે (Heavy Rain) ભારે તારાજી સર્જી છે. દક્ષિણ દિલ્હીના શેખ સરાયમાં વરસાદ અને તોફાન દરમિયાન એક ઝાડ પડી જવાથી 5 કાર અને ઘણા બાઈકોને નુકસાન થયું છે. વાંચો વિગતવાર.
delhi rains 2025   ભારે વરસાદ અને વાવાઝોડાથી વિનાશ વેરાયો  ઠેર ઠેર જળબંબાકાર
Advertisement
  • નોઈડાના સેક્ટર 18, 62, 76માં બધે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે
  • દક્ષિણ દિલ્હીના શેખ સરાયમાં Heavy Rain દરમિયાન એક ઝાડ પડી ગયુ
  • ઝાડના નીચે 5 કાર અને અનેક ટુ વ્હીલર કચડાઈ ગયા છે

Delhi Rains 2025 : એનસીઆરમાં પડેલા ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો ભોંયભેંગા થતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કેટલીક જગ્યાએ વધુ પડતું પાણી ભરાઈ જતા માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં નાની મોટી કાર, ટૂ વ્હીલર્સ અને સ્કૂલ બસો (School Buses) ખોટકાઈ ગઈ છે. આ કમોસમી વરસાદને લીધે દિલ્હી વહીવટી તંત્રની પોલ છતી ગઈ છે.

નાઈડાને પણ વરસાદે ઘમરોળ્યું

દિલ્હીની સાથે નોઈડામાં પણ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. નોઈડાના સેક્ટર 18, 62, 76માં બધે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. નાની મોટી કાર, ટૂ વ્હીલર્સ, લકઝરી બસો અને સ્કૂલ બસો ફસાઈ ગઈ છે. સ્કૂલ બસ ફસાઈ જવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Delhi માં ભારે વરસાદે લીધા 4 લોકોના જીવ, જાણો ક્યારે અને ક્યાં બની દુર્ઘટના

આગામી 48 કલાક ભારે રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 48 કલાક સુધી દિલ્હી-એનસીઆરમાં ભારે પવન અને વરસાદ ચાલુ રહી શકે છે. લોકોને સાવધ રહેવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તુગલકાબાદમાં શાળાની સામેનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ (Flooded roads) થયો છે. દિલ્હીના આરકે પુરમના લાજપત નગરમાં ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી છે. વૃક્ષો પડી જવા અને પાણી ભરાઈ જવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

ઝાડે કારને કચડી નાખી

વાવાઝોડા અને વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. ગ્રેટર નોઈડા વેસ્ટમાં એક અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગની નબળી દિવાલ જોરદાર વાવાઝોડાને કારણે ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન નજીકમાં પાર્ક કરેલી એક કાર કાટમાળ નીચે દટાઈ ગઈ. સદનસીબે કારમાં કોઈ હાજર નહોતું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જેસીબીની મદદથી કાટમાળ હટાવી રહી છે.

આ પણ વાંચોઃ Pahalgam terrorist attack અંગે 8 દિવસની તપાસમાં NIA ને કયા પુરાવા મળ્યા?

Tags :
Advertisement

.

×