Kedarnath Dham માં હેલિકોપ્ટર દુર્ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ તૂટી ગયો, તમામ મુસાફરો સુરક્ષિત
- કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર દુર્ઘટના
- હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો
- પાયલોટની સતર્કતાને કારણે બે ડોક્ટરોના જીવ બચ્યા
Uttarakhand News: કેદારનાથ ધામમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો. આ સરકારી હેલિકોપ્ટર AIIMSનું હોવાનું કહેવાય છે.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હેલી એમ્બ્યુલન્સ લેન્ડ કરતી વખતે અકસ્માત થયો હતો. આ હેલી એમ્બ્યુલન્સ બે ડોકટરો સાથે કેદારનાથ જઈ રહી હતી. કેદારનાથ ધામના હેલિપેડ પર ઉતરતી વખતે આ દુર્ઘટના બની હતી. જે બાદ હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો અને વાંકો થઈ ગયો. પાયલોટની સતર્કતાને કારણે બે ડોક્ટરોના જીવ બચી ગયા.
Kedarnath, Uttarakhand: An AIIMS hospital helicopter carrying passengers for a patient pickup made an emergency landing due to imbalance. The rear of the helicopter was damaged, but all passengers are safe pic.twitter.com/peomzqDc5l
— IANS (@ians_india) May 17, 2025
હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રીઓ સલામત છે. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. આ સરકારી હેલિકોપ્ટર AIIMSનું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : ભારતે 2 આતંકવાદીઓને પકડ્યા, NIA એ મુંબઈથી તેમની ધરપકડ કરી