Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hema Malini: ફેન્સની હરકતોથી ડ્રીમ ગર્લ થઈ ગુસ્સે,જુઓ video

હેમા માલિની એક ઈવેન્ટમાં પોતાના ફેન્સની હરકતોથી ગુસ્સે થઈ ગઈ ડ્રીમ ગર્લનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ હેમા માલિની સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ Hema Malini: ઘણીવાર બોલિવુડ સેલેબ્સ તેમના ફેન્સની વિચિત્ર હરકતોથી કંટાળી જાય છે. ફેન્સ...
hema malini  ફેન્સની હરકતોથી ડ્રીમ ગર્લ થઈ ગુસ્સે જુઓ video
Advertisement
  1. હેમા માલિની એક ઈવેન્ટમાં પોતાના ફેન્સની હરકતોથી ગુસ્સે થઈ ગઈ
  2. ડ્રીમ ગર્લનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
  3. હેમા માલિની સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

Hema Malini: ઘણીવાર બોલિવુડ સેલેબ્સ તેમના ફેન્સની વિચિત્ર હરકતોથી કંટાળી જાય છે. ફેન્સ ક્યારેક તેમના મનપસંદ કલાકારને જોતાની સાથે જ ફોટો માટે તેમની પાસે દોડી જાય છે અથવા ક્યારેક તેમના ખભા પર હાથ રાખીને ફોટો માટે પોઝ આપતા જોવા મળે છે. આ કારણે સ્ટાર્સ ઘણીવાર અનકન્ફર્ટેબલ થઈ જાય છે. આવું જ કંઈક ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini)સાથે પણ થયું છે. બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેમા ખૂબ જ અનકન્ફર્ટેબલ જોવા મળી રહી છે

હેમા માલિની થઈ ગુસ્સે

બોલિવુડ એક્ટ્રેસ હેમા માલિનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં હેમા માલિની એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન ફેન્સની હરકતોથી ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. હેમા માલિની 21 ઓગસ્ટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થઈ હતી. હેમા તેના ફેન્સ અને મીડિયા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપી રહી હતી. આ દરમિયાન જ્યારે એક મહિલા ફેન તેની સાથે પોઝ આપવા માટે હેમા માલિનીની કમર પર હાથ મૂક્યો તો દિગ્ગજ એક્ટ્રેસનો ગુસ્સો ખુલ્લેઆમ બહાર આવ્યો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેવી મહિલાએ હેમાની પીઠ પર હાથ મૂક્યો, એક્ટ્રેસે તરત જ પ્રતિક્રિયા આપી અને કહ્યું, હાથ ન લગાવો, સ્પર્શ કરશો નહીં.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

આ પણ  વાંચો -બદલાપુર ઘટના પર Rahul Gandhi ગુસ્સે થયા, 'કોઈની ઈચ્છા પર નિર્ભર ન્યાય ન આપી શકાય'

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હેમા માલિની

હેમા માલિનીની આ પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરતા હેમા માલિનીના વર્તનની ટીકા કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે એક્ટ્રેસે તેના ફેન્સ પ્રત્યે થોડી નમ્ર અને સહનશીલ બનવું જોઈએ. એક યુઝરે લખ્યું છે કે "લોકો તેને ખૂબ સન્માન આપે છે અને તે પોતાને ભગવાન માનવા લાગે છે," જ્યારે બીજા યુઝરે કહ્યું છે કે "લોકો શા માટે ચૂંટણી દરમિયાન ઘરે વોટ માંગવા જાય છે?

વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ વચ્ચે વાદવિવાદ

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર હેમા માલિનીની પ્રતિક્રિયાની ખૂબ ચર્ચા થઈ રહી છે. હેમાનું વર્તન યોગ્ય હતું કે નહીં તેને લઈને ફેન્સ અને યુઝર્સ વચ્ચે વાદવિવાદની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×