ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paragliding Accident: ગોવા બાદ હવે હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગની દુર્ઘટના, 19 વર્ષીય ગુજરાતી યુવતીનું મોત

Paragliding Accident: પહેલા હિમાચલ પ્રદેશ અને બાદમાં ગોવામાં પણ પેરાગ્લાઈડિંગ દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે.
01:36 PM Jan 19, 2025 IST | VIMAL PRAJAPATI
Paragliding Accident: પહેલા હિમાચલ પ્રદેશ અને બાદમાં ગોવામાં પણ પેરાગ્લાઈડિંગ દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે.
Paragliding Accident
  1. ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે દોરડું તૂટતા દુર્ઘટના સર્જાઈ
  2. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પેરાગ્લાઈડિંગ વખતે દુર્ઘટના
  3. પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં ખુશી ભાવસાર નામની યુવતીનું મોત

Paragliding Accident: દેશમાં 24 કલાકમાં પેરાગ્લાઈડિંગ સાથે સંકળાયેલી બે દુર્ઘટના સામે આવી છે. પહેલા હિમાચલ પ્રદેશ અને બાદમાં ગોવામાં પણ પેરાગ્લાઈડિંગ દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. પેરાગ્લાઈડિંગ કરતી એક યુવતી અને પેરાગ્લાઈડર ઓપરેટરનું દુર્ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પેરાગ્લાઈડિંગ કરતી વખતે એકાએક દોરડું તૂટતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપની માલિક સામે પોલીસે કથિત રીતે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. યુવતીની ઓળખ પુણેની 27 વર્ષીય શિવાની દાબલે અને ઓપરેટર સુમન નેપાળી તરીકે થઈ છે.

આ પણ વાંચો: Bihar News: કટિહારમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 3 લોકોના મોત બચાવ કામગીરી શરૂ

પેરાગ્લાઈડિંગ વખતે દુર્ઘટનામાં ગુજરાતી યુવતીનું મોત

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ફરવા ગયેલા અમદાવાદના પરિવાર સાથે દુર્ઘટના સર્જાઈ છે. પેરાગ્લાઈડિંગ વખતે દુર્ઘટના સર્જાતા અમદાવાદની 19 વર્ષીય ખુશી ભાવસાર નામની યુવતીનું મોત થયું છે. ધર્મશાળાના ઈન્દ્રુનાગરમાં પેરાગ્લાઈડિંગ વખતે સંતુલન ગુમાવતા પાયલટ સાથે યુવતી સીધી ખીણમાં પડી હતી. ઈજાગ્રસ્ત પાયલટ હાલમાં સારવાર હેઠળ છે. યુવતી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી હતી. પોલીસે આ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મહાકુંભનું આયોજન સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બનશે, IIT કાનપુર એક રિપોર્ટ તૈયાર કરશે

દોરડું તૂટી જવાથી પેરાગ્લાઈડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી

નોંધનીય છે કે, ગઈ કાલે સાંજે ગોવામાં પણ પેરાગ્લાઈડિંગમાં એક દૂર્ઘટના સર્જાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દોરડું તૂટી જવાથી પેરાગ્લાઈડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પેરાગ્લાઈરનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક સામે હત્યાનો કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AccidentAdventure sport accidentAhmedabad familyDharamshalaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHimachal PradeshKhushi BhavsarLatest Gujarati NewsParaglidingParagliding tragedytourismtragic incidentYoung woman death
Next Article