Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal Pradesh : હિમાચલમાં પૂર અને ભૂસ્ખલન, 77 મોત, 655 કરોડ રૂપિયાનું નુકસાન

હિમાચલ પ્રદેશ ધોધમાર વરસાદથી ત્રસ્ત હિમાચલમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન હિમાચલમાં 114 રસ્તાઓ બંધ, જીવન અસ્તવ્યસ્ત હિમાચલમાં વરસાદનું પ્રકોપ, સેંકડો લોકો પ્રભાવિત Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદને કારણે અલગ-અલગ વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે...
himachal pradesh   હિમાચલમાં પૂર અને ભૂસ્ખલન  77 મોત  655 કરોડ રૂપિયાનું નુકસાન
  • હિમાચલ પ્રદેશ ધોધમાર વરસાદથી ત્રસ્ત
  • હિમાચલમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન
  • હિમાચલમાં 114 રસ્તાઓ બંધ, જીવન અસ્તવ્યસ્ત
  • હિમાચલમાં વરસાદનું પ્રકોપ, સેંકડો લોકો પ્રભાવિત

Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદને કારણે અલગ-અલગ વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 114 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કહેવાય છે કે હજું પણ અહીં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

Advertisement

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ

તાજેતરમાં હિમાચલ પ્રદેશની સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે મંડી, કુલ્લુ, શિમલા, લાહૌલ-સ્પિતિ, કાંગડા અને કિન્નૌર જેવા જિલ્લાઓમાં 114 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને 82 રૂટ પર બસ સેવાઓ બંધ કરી દીધી છે. રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. 27 જૂનથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 77 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને 655 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ સક્રિય છે. સરકારી તંત્ર દ્વારા આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ છે.

Advertisement

સરકારી પ્રતિક્રિયા

રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત તરીકે 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં વધુ વળતર આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વાતચીત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી વધુ સહાયતાની માગણી કરી છે. રાજ્ય સરકારે NDRF, SDRF, રાજ્ય પોલીસ અને હોમગાર્ડના જવાનોને બચાવ કામગીરી માટે તૈનાત કર્યા છે. અનેક વિસ્તારોમાં બેલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ લીધો હતો.

Advertisement

ઉત્તરાખંડમાં પણ હોબાળો થયો હતો

ઉત્તરાખંડના હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રૂદ્રપ્રયાગ અને નૈનીતાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે કેદારનાથ માર્ગ પર હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે. આ દરમિયાન સ્થાનિક પ્રશાસને કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. દરમિયાન, IMD એ ઉત્તરકાશી, દેહરાદૂન, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને નૈનીતાલ સહિત ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો:  Himachal Pradesh : સિમલા-કુલુમાં વરસાદને કારણે તબાહી... 6 ના મોત, 53 લાપતા

Tags :
Advertisement

.