ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himachal Pradesh cloudburst: કુલ્લુ અને લાહૌલ-સ્પીતિમાં વાદળ ફાટ્યું, પૂરનું એલર્ટ

kullu-cloudburst-himachal-pradesh-floods
09:14 AM Aug 14, 2025 IST | Mihir Solanki
kullu-cloudburst-himachal-pradesh-floods
Himachal Pradesh cloudburst

Himachal Pradesh cloudburst : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં તાજેતરમાં વાદળ ફાટવા (Kullu cloudburst) ની બે ભયાનક ઘટનાઓ નોંધાઈ છે, જેને કારણે આખા પ્રદેશમાં ભારે તબાહી મચી ગઈ છે. આ ઘટના ભીમ ડવારી અને બઠાહડ ગામોમાં બની હતી, જેને કારણે પ્રશાસને તત્કાળ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાદળ ફાટવાથી શ્રીખંડ મહાદેવના કુર્પન ખડમાં અચાનક પૂર આવ્યું છે, જેનાથી ભીમ ડવારી ક્ષેત્રમાં ભારે નુકસાન થયું છે.

આ પૂરને (Himachal Pradesh cloudburst) કારણે બાગીપુલ બજારને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી. બાગીપુલમાં પુલ, અનેક મકાનો અને દુકાનો પાણીના પ્રવાહમાં ક્ષતિગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમને ભાગવાનો પણ સમય મળ્યો નહોતો. બઠાહડમાં વાદળ ફાટ્યા બાદ તીર્થન નદી ગાંડીતૂર બની હતી. નદીનું જળસ્તર અચાનક વધતા અનેક વાહનો અને સંપત્તિઓ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

3 દિવસ માટે એલર્ટ જાહેર કરાયુ (Himachal Pradesh cloudburst)

કુલ્લુ જિલ્લા વહીવટીતંત્રે આગામી 3 દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નદીના કિનારે, નાળાઓ અને પર્વતીય ઢોળાવથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ મોકલવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને કોઈપણ અગત્યની માહિતી માટે સંપર્ક કરવા જણાવાયું છે.

ક્લાઈમેટ ચેન્જને કારણે વરસાદ (Himachal Pradesh cloudburst)

આ ઘટનાઓએ ફરી એકવાર પર્વતીય વિસ્તારોમાં કુદરતી આફતોના જોખમને ઉજાગર કર્યું છે. નિષ્ણાતો માને છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે આવી અતિશય વરસાદની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક સરકારો અને પ્રશાસન માટે આ એક મોટો પડકાર છે, જેના માટે લાંબા ગાળાના આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન માટે મજબૂત માળખું ઊભું કરવું જરૂરી છે. પ્રવાસીઓને આવા સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા હવામાનની આગાહી તપાસવાની પણ સલાહ આપવામાં આવે છે

લાહૌલ-સ્પીતિમાં તબાહી (Himachal Pradesh cloudburst)

બીજી બાજુ, લાહૌલ-સ્પીતિ જિલ્લામાં પણ વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. કરપટ ગામમાં દ્રશ્યો ધરાલી ગામ જેવા ભયંકર છે, જ્યાં વાદળ ફાટ્યા બાદ કરપટ નાળામાં અચાનક પૂર આવ્યું. મિયાડ વેલીમાં ભારે વરસાદને કારણે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Heavy Rain : ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી સર્જી, યુપી-દિલ્હીમાં સ્થિતિ વણસી

Next Article