Himachal Rain: Shimlaમાં 5 માળની ઇમારત ધરાશાયી, જુઓ Video
- હિમાચલની રાજધાની શિમલામાં વરસાદ યથાવત
- શિમલામાં 5 માળની ઇમારત જમીન દોસ્ત થઇ
- સદનસીબે કોઇ જાનહાનિ થઇ
- બિલ્ડિંગની નીચે મોટી મોટી તિરાડો પડી
Himachal Building collapse: હિમાચલની રાજધાની શિમલામાં સતત બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. પરિણામે લેન્ડ સ્લાઇડની ઘટના સામે આવી રહી છે. સોમલારે સવારે શિમલાના ભટ્ટાકુફર માઠુ (Himachal Building collapse)કોલોનીમાં 5 માળની ઇમારત આંખના પલકારામાં જમીન દોસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. કારણ કે ગત રાત્રે જ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફોર લેન નિર્માણને કારણે બિલ્ડિંગની નીચે મોટી મોટી તિરાડો પડી ગઇ હતી.
અન્ય ઇમારતો પણ પડવાની ભીતિ
સોમવારે સવારે આ બિલ્ડિંગ ધસી પડતા અન્ય બિલ્ડિંગ્સ પણ પડે તેવી આશંકા સેવાઇ છે. લેન્ડ સ્લાઇડ અને બિલ્ડિંગ પડચા લોકો પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. કેટલાક લોકોએ તો પોતાનુ ઘર ખાલી કરી દીધુ છે.
આ પણ વાંચો -તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, આગમાં 10 લોકોના મોત
રામપુરમાં વાદળ ફાટ્યુ
શિમલાના રામપુરમાં વાદળ ફાટવાની પણ ઘટના બની છે. રામપુરના સરપારા ગ્રામ પંચાયતના સિક્કાસરી ગામમાં વાદળ ફાટ્યુ હતું. સિક્કાસેરી નિવાસી રાજેન્દ્ર કુમારના મકાનનો એક ભાગ ધરાશાયી થયો છે અને વાદળ ફાટવાથી આવેલા પૂરમાં મકાન તણાઇ ગયુ છે. ગૌશાળામાં રહેલી ગાય અને 2 વાછરડા પણ તણાઇ ગયા.
શું છે સ્થિતિ ?
ગ્રામ પંચાયત ચમિયાનાના ઉપપ્રધાન યશપાલ વર્માએ કહ્યું કે ભટ્ટાકુફરમાં પડેલી ઇમારતની બાજુમાં અન્ય ઘણા મકાનો છે જે પડી જવાનો ભય છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટીતંત્ર અને ફોર લેન બાંધકામ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવુ ચે કે ફોરલેન નિર્માણ દરમિયાન તેમના મકાનોની સુરક્ષાનું ધ્યાન નથી રાખ્યું. જેનાથી જાનહાનિ થવાનો ભય ઉભો થયો છે. પ્રભાવિતોએ તંત્ર પાસે માગ કરી છે કે ફોરલેન નિર્માણ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેઓના મકાનની સુરક્ષા માટે નક્કર પગલા ભરવામાં આવી છે. આ મામલે પ્રશાસને સંભવિત મદદ માટે પરિવારોને આશ્વાસન આપ્યુ છે અને તપાસનો આદેશ આપ્યો છે.
કુલ્લુ અને મંડીમાં વરસાદે તબાહી મચાવી
શિમલાની સાથે, કુલ્લુ અને મંડીમાં છેલ્લા 24 કલાકથી અવારનવાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, બિયાસ નદી પર મંડી જિલ્લામાં સ્થિત લાર્જી અને પંડોહ બંને બંધના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં, હનોગી દેવી પર્વત પર, જોગની વળાંક પર, વરસાદી ધોધ એવી રીતે વહે છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. તેનું કારણ એ છે કે તેમાં પાણીની સાથે પથ્થરો પણ વહે છે, જેના કારણે આ ધોધ લોકો માટે ખૂબ જ જોખમી છે.