Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Himanta Biswa Sarma સર્વાનુમતે NDA ના નેતા ચૂંટાયા, બીજીવાર બનશે CM

Himanta Biswa Sarma : આસામમાં (Assam) નવી સરકારની રચના માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે ગુવાહાટી ખાતે યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષ અને એનડીએ (NDA) ધારાસભ્ય દળની બેઠકમાં ડૉ. હિમંત બિસ્વા શર્માને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
himanta biswa sarma સર્વાનુમતે nda ના નેતા ચૂંટાયા  બીજીવાર બનશે cm
Advertisement
  • Himanta Biswa Sarma ફરી બનશે આસામના ‘કેપ્ટન’
  • NDA ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય
  • 12 મેના રોજ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, PM મોદી આપશે હાજરી
  • જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે વરણી
  • આસામ વિધાનસભામાં ભાજપે પ્રથમવાર પોતાની રીતે બહુમતી મેળવી

Himanta Biswa Sarma : આસામમાં (Assam) નવી સરકારની રચના માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે ગુવાહાટી ખાતે યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષ અને એનડીએ (NDA) ધારાસભ્ય દળની બેઠકમાં ડૉ. હિમંત બિસ્વા શર્માને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આગામી 12 મે, 2026 ના રોજ રાજ્યના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

દિગ્ગજ નેતાઓની હાજરીમાં લેવાયો નિર્ણય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની (Nayab Singh Saini) કેન્દ્રીય નિરીક્ષક તરીકેની હાજરીમાં શર્માના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હિમંત બિસ્વા શર્માએ 6 મેના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને હાલમાં તેઓ કાર્યકારી સીએમ તરીકે ફરજ બજાવી રહ્યા છે. 12 મેના રોજ યોજાનાર ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Advertisement

Advertisement

ભાજપનું ઐતિહાસિક પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે 126 બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં એનડીએ ગઠબંધને બે-તૃતિયાંશ બહુમતી સાથે ભવ્ય જીત મેળવી છે. તેમજ ભાજપ (BJP)ની 82 બેઠકો છે. જ્યારે AGP અને BPFમાં 10-10 બેઠકો હતા. તો કુલ NDAમાં 102 બેઠકો મળી હતી.

કોંગ્રેસથી ભાજપના 'ચાણક્ય' સુધીની સફર

1990ના દાયકામાં વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવેલા હિમંત બિસ્વા શર્મા લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા હતા. જોકે, 2015માં રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથેના મતભેદો બાદ તેમણે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપના 'ચાણક્ય' ગણાતા શર્માએ આસામ સહિત આસપાસના રાજ્યોમાં પણ પક્ષને મજબૂત બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : Minister : 100 કરોડના GST કૌભાંડમાં પંજાબના મંત્રી સંજીવ અરોરા EDની કસ્ટડીમાં

Tags :
Advertisement

.

×