ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hindi Diwas: શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ, જાણો આ દિવસનું મહત્વ

આજે શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે આ દેશોમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે World Hindi Day 2025 : આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં...
08:42 AM Jan 10, 2025 IST | Hiren Dave
આજે શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે આ દેશોમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે World Hindi Day 2025 : આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં...
World Hindi Day 2025

World Hindi Day 2025 : આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો (Hindi Day )ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મોરેશિયસ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં પણ વાતચીત માટે હિન્દીનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં હિન્દી વિશ્વની પાંચ મુખ્ય ભાષાઓમાંની એક છે. આ ભાષાની આ લોકપ્રિયતાને જોતા અને હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

10 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી?

1975માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી હતી. જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 2006થી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. પ્રથમ વખત આ દિવસને ઉજવવાની પહેલ 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ પછી 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

હિન્દી દિવસ 2025 થીમ

હિન્દી દિવસ માટે દર વર્ષે વિવિધ થીમ તૈયાર કરવામાં આવે છે. સાથે જ આ વર્ષ એટલે કે વર્ષ 2025 માટે વિશ્વ હિન્દી દિવસની થીમ “એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ” છે. જેનો ઉદ્દેશ્ય ભાષાકીય અને આંતરરાષ્ટ્રીય વિનિમય માટે હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ  વાંચો -IMD : ઉત્તર ભારતમાં હાડમાંસ કંપાવતી ઠંડી, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત

હિન્દી શબ્દ ક્યાંથી આવ્યો?

ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે. પર્શિયા (હવે ઇરાન)ના લોકો સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હેંડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અપભ્રંશ થઇને હિન્દી થઇ ગયો.આપણે એ પણ જાણીએ કે ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે.

આ પણ  વાંચો -UP : મેરઠમાં હ્રદયદ્રાવક ઘટના, એક જ પરિવારના 5 મૃતદેહ મળી આવ્યા

હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે

14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.

Tags :
first Hindi literatureGujarat First Hiren daveHindi DayHindi Diwashindi languageHindi originlala Shrinivas dasSanskritVishwa hindi diwasWorld Hindi Day
Next Article