Hindu temple in Abu Dhabi : રણમાં મીઠી વિરડી !
Hindu temple in Abu Dhabi : પ્રાદેશિક તણાવ વચ્ચે આસ્થા અને માનવતાનું અવિરત કેન્દ્ર બન્યું. ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ-Israel-Iran conflict વચ્ચે અબુ ધાબીનું BAPS હિન્દુ મંદિર ભારતીય પ્રવાસીઓ માટે આશાનું કિરણ સાબિત થયું છે.
BAPS સંસ્થાની કચ્છના ભૂકંપથી યુક્રેન યુદ્ધ સુધીની સંસ્થાની અજોડ સેવાકીય સફર અને મંદિરની સ્થાપત્ય વિશેષતાઓ તો BAPS બ્રાન્ડ ભવ્ય અને દિવ્ય હોય જ.
Hindu temple in Abu Dhabi : રણમાં ખીલેલું શાંતિનું ઓએસિસ
અબુ ધાબીના હૃદય સમાન BAPS હિન્દુ મંદિર હાલમાં ચાલી રહેલા ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ અને પ્રાદેશિક તણાવ વચ્ચે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર શ્રદ્ધાનું જ નહીં, પરંતુ સુરક્ષા અને આશાનું કિરણ બની રહ્યું છે. ક્ષેત્રીય અસ્થિરતાને કારણે સાવચેતીના ભાગરૂપે મંદિરના દ્વાર જાહેર જનતા માટે સોમવાર, 9 માર્ચ સુધી બંધ હોવા છતાં, અંદર સતત ચાલતી ધાર્મિક વિધિઓ હજારો ભારતીયોને માનસિક શાંતિ પૂરી પાડી રહી છે.
મિસાઈલ્સને ટ્રેસ આઉટ કરી એન્ટિ મિસાઇલનો બેઝ મંદિર આસપાસ જ છે...રોજ કેટલાય મિસાઈલ્સના તડાકા ભડાકા મંદિરમાં રહેતા સંતો સાક્ષી બનીને જૂએ છે...પણ ડર્યા સિવાય ત્યાં રહી સ્થાનિક ભારતીયોને ફોન પર સતત સંપર્ક કરી સધિયારો આપે છે. સંસ્થાના પ્રમુખ પૂ.મહંત સ્વામી દિવસમાં બે ત્રણ વખત સાધુ બ્રહમવિહારીદાસ અને સંતો હરિભક્તો સાથે ટેલિફોનિક સંપર્ક દ્વારા હિમત અને બળ પૂરું પાડે છે. હાલ તાકાલિક ધોરણે પાંચસો છસો જેટલા સ્થાનિકો માટે કટોકટી કાળ માટે યોગ્ય વ્યવસ્થા કરાઇ છે.
સ્થાનિક તંત્ર અને ભારત સરકાર મંદિર સાધુ બ્રહમવિહારીદાસ સાથે સતત ટેલિફોનિક સંપર્ક માં રહે છે. આ ભીષણ યુધ્ધ સમયે પણ મંદિરના પૂજાપાઠ યથાવત ચાલે છે.
Hindu temple in Abu Dhabi : 'સેવા પરમો ધર્મ': સંસ્થાની સંકટ સમયની સાક્ષી
BAPS સંસ્થા માત્ર ભવ્ય મંદિરો જ નથી બાંધતી, પરંતુ સેવા પરમો ધર્મ'ના મંત્રને વરેલી આ સંસ્થા જ્યારે પણ માનવતા પર સંકટ આવે છે, ત્યારે ફ્રોંતળીને'ફ્રન્ટલાઈન' પર રહીને સેવા કાર્ય કરે છે. હજારો સમર્પિત સ્વયંસેવકો અને સંતોની કાર્યદક્ષતા, અજોડ મેનેજમેન્ટ શક્તિ અને શ્રીહરિ પ્રત્યેના અટલ સમર્પણને કારણે કુદરતી કે માનવ સર્જિત આફતોમાં આ સંસ્થા સૌથી પહેલા પહોંચી જાય છે.
ઐતિહાસિક સેવાકાર્યો: મોરબીની મચ્છુ હોનારત હોય, ગુજરાતના ભયાનક દુષ્કાળ હોય કે ૨૦૦૧નો કચ્છનો વિનાશક ધરતીકંપ – BAPS ના સંતો અને સ્વયંસેવકોએ હંમેશા ત્વરાથી રાહત કામો શરૂ કરીને હજારો પરિવારોને નવું જીવન આપ્યું છે.
Hindu temple in Abu Dhabi : યુક્રેન યુદ્ધ: ૨૪ કલાકમાં સેવાનો સેતુ
સંસ્થાની સેવાની પરાકાષ્ઠા રશિયા-યુક્રેન યુદ્ધ સમયે જોવા મળી હતી. જ્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધભૂમિમાં ફસાયા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રાત્રે બાર વાગ્યે BAPS ના પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીને ફોન કરી યુક્રેન સરહદ પર ફસાયેલા ભારતીયો માટે મદદ માંગી હતી.
પરિણામ: માત્ર ૨૪ કલાકની અંદર રશિયા-યુક્રેન સરહદ પર તમામ સુવિધાઓથી સજ્જ રાહત કેમ્પ ઉભા કરી દેવામાં આવ્યા. ભારત સરકારના પ્રયત્નોથી થયેલા ટૂંકા યુદ્ધવિરામ દરમિયાન, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવતા BAPS કેમ્પ પર પહોંચ્યા, ત્યારે ત્યાં રહેવા, જમવાની અને વતન પરત ફરવાની ઉત્તમ વ્યવસ્થા જોઈને સૌ 'અહો અહો' પોકારી ઉઠ્યા હતા.
સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ
મંદિર ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે.
ઉત્સવો: 2025ની દિવાળીમાં 60000 થી વધુ અને જન્માષ્ટમીમાં 15000 થી વધુ ભક્તોએ અહીં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
શિક્ષણ: મંદિર દ્વારા ભારતીય ભાષાઓ, સંગીત અને નૈતિકતાના વર્ગો ચલાવવામાં આવે છે, જેથી વિદેશમાં વસતી નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાયેલી રહે.
શ્રદ્ધા, સંવાદિતા અને માનવતાનો અવિરત સ્રોત
અબુ ધાબીનું BAPS હિન્દુ મંદિર માત્ર ઈંટો અને પથ્થરોની ઈમારત નથી, પરંતુ તે વસુધૈવ કુટુંબકમ અને 'બીજાના ભલામાં આપણું ભલું છે' એવા ઉદાત્ત વૈશ્વિક મૂલ્યોનું જીવંત પ્રતીક છે. વર્તમાનમાં ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ભયના વાતાવરણમાં, આ મંદિર હજારો પ્રવાસી ભારતીયો માટે એક 'આધ્યાત્મિક એન્કર' (લંગર) સમાન છે, જે તેમને માનસિક સ્થિરતા અને હિંમત આપે છે.
મંદિરના દરવાજા ભલે સુરક્ષાના કારણોસર કામચલાઉ બંધ હોય, પરંતુ તેની સેવાકીય ચેતના ક્યારેય અટકતી નથી. જે સંસ્થાએ કચ્છના ભૂકંપથી લઈને યુક્રેનના યુદ્ધના મેદાન સુધી માનવતાની સુવાસ ફેલાવી છે, તેનું આ કેન્દ્ર આજે અબુ ધાબીમાં શાંતિના દૂધ તરીકે ઊભું છે. આ મંદિર એ વાતની સાબિતી છે કે જ્યારે શ્રદ્ધા અને સમર્પણ એક થાય છે, ત્યારે ભૂગોળની સીમાઓ ઓગળી જાય છે અને માત્ર નિઃસ્વાર્થ સેવાનો ધર્મ જ પ્રકાશે છે.
પ્રવાસી ભારતીયો માટે આ મંદિર માત્ર દર્શનનું સ્થળ નથી, પણ વિદેશી ધરતી પર ભારતની સંસ્કૃતિ અને સંસ્કારોને સુરક્ષિત રાખતું એક અક્ષયપાત્ર છે.
આ પણ વાંચો : પશ્ચિમ એશિયામાં તણાવ વધતા મોદી સરકાર એક્શન મોડમાં, ભારતીયોની મદદ માટે હેલ્પલાઇન અને સ્પેશિયલ કંટ્રોલ શરૂ કરાયા!


