Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

શિરડી સાંઇ બાબાના મંદિરને લઇને આવ્યા મોટા સમાચાર, શ્રદ્વાળુઓ ખુશીથી ઝુમી ઉઠશે!

શિરડીમાં નવા વર્ષે સાંઈ બાબાના દર્શન માટે 31 ડિસેમ્બરે મંદિર આખી રાત ખુલ્લું રહેશે. ભારે સંખ્યામાં શ્રદ્વાળુઓ દર્શનાર્થે આવશે જેના લીધે શેજરતી અને કાકડ આરતી રદ કરાઈ છે. આ દરમિયાન અનંત અંબાણીએ બાબાના દર્શન કરી રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું. ભક્તોની સુરક્ષા માટે શિરડીમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે .
શિરડી સાંઇ બાબાના મંદિરને લઇને આવ્યા મોટા સમાચાર  શ્રદ્વાળુઓ ખુશીથી ઝુમી ઉઠશે
Advertisement
  • શિરડી સાંઇ સંસ્થાએ કરી મોટી જાહેરાત
  • 31 ડિસેમ્બરની રાતે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે
  • ભારે શ્રદ્વાળુઓ આવવાની સંભાવનાને લઇને લેવાયો નિર્ણય

નવા વર્ષ 2025ના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વિશ્વપ્રસિદ્ધ શિરડી સાંઈ બાબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2025નું સ્વાગત ભક્તિમય માહોલમાં થઈ શકે તે હેતુથી શિરડી સાંઈ સંસ્થાને 31 ડિસેમ્બરની આખી રાત મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાંઈ સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડિલકરે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, ભક્તોની ભીડને જોતા આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Shirdi Sai Baba Temple :  શિરડી સાંઇ સંસ્થાએ કરી મોટી જાહેરાત

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભક્તોની અપેક્ષિત ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શન વ્યવસ્થામાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ શ્રદ્ધાળુઓ બાબાના દર્શનનો લાભ લઈ શકે તે માટે 31 ડિસેમ્બરે રાત્રે યોજાતી 'શેજરતી' અને 1 જાન્યુઆરીની વહેલી સવારની 'કાકડ આરતી' રદ કરવામાં આવી છે. સાંઈ સંસ્થાનના મતે, આરતીના સમયમાં ફેરફાર કરવાથી દર્શનની લાઇન સતત ચાલુ રહેશે, જેનાથી ભક્તોને કલાકો સુધી રાહ જોવી પડશે નહીં અને દર્શન પ્રક્રિયા સરળ બનશે.

Advertisement

Advertisement

Shirdi Sai Baba Temple :  અનંત અંબાણીએ શિરડી સાંઇ મંદિરને 5 કરોડનું આપ્યું દાન

આ તૈયારીઓ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ પણ સોમવારે સાંઈ બાબાના દરબારમાં હાજરી આપી હતી. અનંત અંબાણીએ બાબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને રિલાયન્સ ગ્રુપ વતી સાંઈ મંદિરને રૂ. 5 કરોડનું માતબર દાન અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર અવારનવાર દેશના પવિત્ર યાત્રાધામોમાં મોટી રકમનું દાન કરીને પોતાની અતૂટ ધાર્મિક શ્રદ્ધા પ્રગટ કરતો રહે છે, જેની ચર્ચા હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે.

Shirdi Sai Baba Temple : પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો

બીજી તરફ, નાતાલના વેકેશન અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને પગલે શિરડીમાં લાખો ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિરડીમાં વધારાનો મહારાષ્ટ્ર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા, જમવા અને પ્રસાદ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંસ્થાન દ્વારા વોલેન્ટિયર્સ અને ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

આ પણ વાંચો: ભારતે લઘુમતી મામલે પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, 'અલ્પસંખ્યકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે'

Tags :
Advertisement

.

×